- ભારતીય સ્ટેટ બેન્કે શુક્રવારે જણાવ્યું છે કે 31 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળથી તેના સંચાલન પર અસર થઇ શકે છે. બેન્કે જણાવ્યું કે તેણે તમામ ઑફિસ અને બ્રાન્ચને સામાન્ય કામકાજ સુનિશ્વિત કરવાના શક્ય તમામ ઉપાય કર્યા છે. જણાવી દઇએ કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ હડતાળ બાદ 2 ફેબ્રુઆરીએ રવિવાર હોવાના કારણે બેન્ક સતત 3 દિવસ માટે બંધ રહેશે.
આગામી 31 જાન્યુઆરીથી બેન્ક યુનિયનોએ બે દિવસની હડતાળની ઘોષણા કરી છે. એટલે કે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી 2020એ હડતાળના કારણે બેન્ક બંધ રહેશે.
સાથે જ બે ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી તે દિવસે પણ તમે બેન્કના કોઇ કામકાજ નહી થાય.આ ઉપરાંત યુનિયને માર્ચના મહિનામાં ત્રણ દિવસ અને એક એપ્રિલથી અનિશ્વિતકાલીન હડતાળ પર જવાની ઘોષણા કરી છે.
આ કારણે થશે હડતાળ
દિલ્હી પ્રદેશ બેન્ક કર્મચારી સંગઠનના મહાસચિવ અશ્વની રાણાએ જણાવ્યુ કે ઇન્ડિયન બેન્ક એસોસિએશને વેતનમાં 12.5 ટકા વદ્ધિ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે, જે મંજૂર નથી. તેથી દેશભરમાં તમામ સરકારી બેન્કોમાં કાર્યરત કર્મચારી હડતાળ પર ઉતરશે. તેનાથી બેન્કિંગ સેવાઓ પર અસર પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.