દેશની વિદેશી મુદ્રા ભંડારમાં વૃદ્ધિ થઇ છે. આ 17 જાન્યુઆરીએ સમાપ્ત અઠવાડિયામાં 94.3 કરોડ ડોલર વધીને 462.16 અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી વધુ રોકોર્ડ પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંકે પોતાના તાજા આંકડાઓમાં આ જાણકારી આપી છે.
આ પહેલા વિદેશી મુદ્રા ભંડાર 5.8 કરોડ ડોલરથી વધી 461.21 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર સમીક્ષા હેઠળના અઠવાડિયામાં વિદેશી ચલણની સંપત્તિમાં વધારો થવાને કારણે વિદેશી ચલણની સંપત્તિમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, વિદેશી ચલણની સંપત્તિ 86.7 મિલિયન ડોલર વધીને 428.45 અબજ ડોલર થઈ ગઇ છે. આ સમયગાળા દરમિયાન, સોનાનો ભંડાર પણ 7 કરોડ ડોલરથી વધીને 28.56 અબજ ડોલર થયો છે.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના વિશેષ આહરણ અધિકાર 30 લાખ ડોલર વધીને 1.45 અબજ ડોલર થયો છે, જ્યારે આઇએમએફમાં દેશનો ભંડાર 30 લાખ ડોલરથી વધી 3.7 અબજ ડોલર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, વિદેશી મુદ્રા ભંડારમાં યૂરો, પાઉન્ડ અને જાપાની યેન પણ સામેલ છે. તેમનો વધારો પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે પરંતુ સમગ્ર મૂલ્યની કિંમત ડોલરમાં આંકવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.