ભારતીય મહિલા રાજનેતાઓ અમેરિકા-બ્રિટન કરતા વધુ ટ્રોલ થાય છે, રિપોર્ટમાં ખૂલાસો

ભારતીય મહિલા રાજનેતાઓએ અમેરિકા અને બ્રિટનની સરખામણીમાં વધુ ઓનલાઈન એબ્યૂઝનો સામનો કરવો પડે છે. આ પ્રકારના આ પહેલા અધ્યયનનો રિપોર્ટ ગત વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ટ્વીટર પર ડિજિટલ એબ્યૂઝના ડેટાના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે.

એમનેસ્ટી ઈન્ડિયા ઈન્ટરનેશનલે માર્ચ 2019થી મે 2019ની વચ્ચેના 114716 ટ્વીટ્સનું નિરીક્ષણ કર્યું. તેમાં 95 મહિલા રાજનેતાઓને મેન્શન કરવામાં આવ્યા હતા. તેમાં 13.8 ટકા ટ્વીટ એવા મળ્યા, જે અપમાનજનક હતા અને સમસ્યા ઉત્પન્ન કરનારા હતા.

આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ 95 મહિલા નેતાઓમાં 44 BJPના હતા, 28 કોંગ્રેસના અને 23 અન્ય પક્ષોના હતા. સોશિયલ મીડિયામાં તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની ટીકા કરવાની સાથોસાથ તેમને અપમાનિત કરવામાં પણ કોઈ કસર છોડવામાં આવતી નથી.

આ રિસર્ચને Troll Patrol India: Exposing Online Abuse Faced by Women Politicians in India નામ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, વધુ સફળ ના હોય તેવી મહિલા નેતાઓએ જનરલ કાસ્ટની મહિલા નેતાઓ કરતા ટ્રોલનો સામનો વધુ કરવો પડે છે. એટલું જ નહીં, પરંતુ જે 95 મહિલા નેતાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમાની 7 મુસ્લિમ મહિલાઓએ 55.5% વધુ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ વધુ પ્રસિદ્ધ ના હોય તેવી 19 મહિલા નેતાઓએ 59% વધુ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.