અમિત શાહે કેજરીવાલનો લીધો ઉધડો, કહ્યું દિલ્હીની અધોગતિ કરવામાં કેજરીવાલનો હાથ

દિલ્હીમાં ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન શરૂ થઈ ચૂક્યા છે. દિલ્હીની સલ્તનત પર આવવા માટે દરેક રાજકીય પક્ષો તેનો પૂરતો પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીના કરાવલનગર વિધાનસભા વિસ્તારમાં સોનિયા વિહારમાં પ્રચાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકાર અને અરવિંદ કેજરીવાલે દિલ્હીની અધોગતિ કરી દીધી છે. ચૂંટણી માટેની સભામાં અમિત શાહે ઉમેર્યું હતું કે, દિલ્હીમાં અસ્થાયી નોકરી માંગનારો વ્યક્તિ સ્થાયી થઈ શક્યો નથી. કેજરીવાલે દાવો કર્યો હતો કે, 5 હજાર ડીટીસી બસ ખરીદવામાં આવશે. પમ કંઈ થયું નથી. ચૂંટણીનો સમય આવ્યો તો 300 બસ ખરીદીને મીડિયા સામે દેખાડો કરી દીધો.

અમિત શાહે કહ્યું હતું કે, કેજરીવાલ જણાવ્યું હતું કે, સત્તા પર આવ્યા બાદ તે મકાનની ખરીદી નહીં કરે. સૌથી પહેલું કામ તેમે બંગલો શોધવાનું કર્યું છે. તે ગાડી નહીં લે પણ મોટી મોટી કારમાં ફરી રહ્યા છે. મોટી કારમાં ફરી રહ્યા છે. કરાવલનગરમાં અમિત શાહએ ઉમેર્યું હતું કે, દિલ્હી સરકાર વચનપાલન કરતી નથી. આ સરકાર દિલ્હીને પાંચ વર્ષમાં વીસ વર્ષ પાછળ મૂકી દીધું છે. જ્યારે કેજરીવાલ વોટ માંગવા માટે જાય છે તો તેમણે કરેલા વાયદાની કોઈ વાત કરતા નથી. હું તમને એમણે કરેલા જૂના વાયદાઓ યાદ કરાવી દઈશ. તેમણે દરેક વિસ્તારમાં ઈલાજ મળી એવી વ્યવસ્થાની વાત કરી હતી.

પણ દિલ્હીના ઝુગ્ગી વિસ્તારમાં રહેતા લોકોને સારી હોસ્પિટલમાં ઈલાજનો અધિકાર મળતો નથી. એક વખત દિલ્હીમાં ભાજપ સરકાર બની ગઈ તો બીજા જ દિવસે આયુષ્માન ભારતનો લાભ સૌને મળી રહેશે. જેમાં ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ખાનગી હોસ્પિટલમાં મળી રહેશે. આ માટે કોઈ ચાર્જિસ પણ લેવામાં નહીં આવે. જો દિલ્હીમાં ભાજપ સરકાર બનશે તો ઝુગ્ગી વિસ્તારમાં દરેક પરિવારને બે બેડ રૂમનો ફ્લેટ આપવામાં આવશે. સોનિયા વિહારમાં ત્રીસ વર્ષોથી ગેરકાયદેસર કોલોની હતી. જ્યાં કોંગ્રેસ અને આપની સરકાર રહેતી હતી. પણ વડાપ્રધાન મોદીએ અહીં દરેકને પોતાની માલિકીનું ઘર આપ્યું છે. વિરોધથી પ્રભાવિત પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવ્યા છે. કેજરીવાલ સરકારે દિલ્હીને ઝેરી કરી નાંખી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.