નાગરિકતા સંશોધન એક્ટ અને NRCને લઈને જ્યાં દેશમાં એક મોટો વર્ગ રસ્તા પર ઉતરીને તેનો વિરોધ કરી રહ્યો છે, તો બીજી તરફ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર બીજા જ પ્રકારની હલચલ જોવા મળી રહી છે. આ વખતે ચોરીછૂપે બોર્ડર પાર કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે, પરંતુ આવું પહેલીવાર થઈ રહ્યું છે કે, લોકો ભારતથી બાંગ્લાદેશ તરફ જઈ રહ્યા છે. ભારતમાં ગેરકાયદેસરરીતે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી નાગરિક જાતે જ પોતાના દેશ પાછા જવા માંડ્યા છે.
BSFના IG વાઈ. બી. ખુરાનિયાએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોની સરખામણીમાં આ વખતે વધુ લોકો પાછા બાંગ્લાદેશ ભાગી રહ્યા છે. જો તમે આ વર્ષે જાન્યુઆરીના આંકડા જોશો તો તેના પરથી સ્પષ્ટ થઈ જશે. 268 બાંગ્લાદેશી બોર્ડર પર પકડાયા છે અને હજુ જાન્યુઆરી બાકી છે, આથી પાછા જનારા બાંગ્લાદેશીઓની સંખ્યા હજુ વધી રહી છે.
સરકાર સ્પષ્ટ કરી ચુકી છે કે, હાલ NRC પર કોઈપણ ચર્ચા શરૂ નથી થઈ, પરંતુ NPRને લઈને કામ શરૂ થવાનું છે. તેમજ નાગરિકતા કાયદા સાથે ભલે ઘૂસણખોરોને કોઈ લેવાદેવા ના હોય, પરંતુ તેઓ સમજી ગયા છે કે, હવે ગેરકાયદેસરરીતે વધુ દિવસ ભારતમાં નહીં રહી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.