સીબીઆઈના એક અધિકારી, જેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમની ઘરની દિવાલ કૂદીને તેમની ધરપકડ કરી હતી, તેમને પણ આ વખતે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ આપવની જાહેરાત કરવામાં આવી છે. ડીએસપી રામાસ્વામી પાર્થસારથી 28 સીબીઆઇ ઓફિસરોમાં સામેલ હતા, જે આ વર્ષે ગણતંત્રી દિવસની પૂર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ પોલીસ મેડલ આપવાની ઘોષણા કરવામાં આવી.
રામાસ્વામીએ ગત વર્ષે આઇએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમને તેમના ઘરેથી ધરપકડ કરી હતી. રામાસ્વામીને અદમ્ય વીરતા માટે આ મેડલ આપવાની ઘોષણા કરવામાં આવી છે. શાંત સ્વભાવ પરંતુ સખત નિર્ણયોને લઇ તે પોતાના સહયોગીઓમાં ખુબ જ લોકપ્રિય છે અને તેમણે જ કાર્તિ ચિદમ્બરમની આ મામલામાં ધરપકડ કરી હતી.
એક બીજા ઓફિસર જે મેડલ મેળવવાની લિસ્ટમાં સામેલ છે તે છે ધીરેન્દ્ર શુક્લા. ધીરેન્દ્ર શુક્લાએ તે ટીમની આગેવાની કરી હતી, જે દળે સંયુક્ત અરબ અમીરાતથી જેડે મર્ડર કેસના આરોપી રોશન અંસારીને સફળતાપૂર્વક લાવવી ભમિકા અદા કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.