ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો,લોકોના બચાવ માટે દેશનું એક શહેર જ બંધ કરી દીધું!

ચીનમાં કોરોનાવાયરસના પ્રસાર પર નિયંત્રણ લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક રીતે બંધ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આવું પહેલી વાર થયું કે જ્યારે કોઈ કિટાણુના પગલે એક શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.

મધ્યરાત્રિથી બિન-ઇમરજન્સી વાહનોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 56 લાખની વસ્તી ધરાવતું આ શહેર વુહાનથી 1,100 કિ.મી.ના અંતરે આવેલું છે. શહેરના અધિકારીઓએ કહ્યું કે, શાંતાઉથી આવતા લોકોની તપાસ કરવામાં આવશે અને તેઓને પાછા ફરવાની વિનંતી કરવામાં આવશે.

આ બધાની વચ્ચે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માસાંહારના સેવનના કારણે 17 વર્ષ પહેલાં આવેલા પશુજનિત સાર્સ વિષાણુ ફરી જાતરૂત થયા હોવાની શંકા છે. તેનું કહેવું છે કે, ચીનની હાલની માસાંહારી એવો સંકેત આપે છે કે, માંસાહારનું સેવન એ માનવ માટે મોટો ખતરો છે. માણષના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. પ્રાથમિત તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ચામાચીડિયાઓ અને છીપિયાઓને રોગના સ્ત્રોત છે. ચીનમાં વાયરસના ચેપથી 56 લોકોનાં મોત થયાં છે અને લગભગ 2,000 લોકો અસરગ્રસ્ત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.