મહા સુદ ત્રીજને સોમવાર, કેવો રહેશે આપનો દિવસ, જાણો આજનું રાશિફળ

વિક્રમ સંવત 2076, મહા સુદ ત્રીજ, સોમવાર મેષ આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા થોડી ધીરજ જરૃરી થઈ પડશે. કૌટુંબિક બાબતો હલ થાય. તબિયત અંગે સાનુકૂળ. વૃષભ લક્ષ-હેતુ કે કામની સામે નજર રાખી સૌના સહકાર-મદદથી આગળ વધવાની તકો મેળવી શકશો.

મિથુન જતું કરવાની કે માફ કરવાની ભાવના રાખી તમે શાંતિ-સંવાદિતા સર્જી શકશો. મહત્વની તક સર્જાય. પ્રવાસ ફળે. કર્ક આપની માનસિક પરિસ્થિતિને સ્થિર રાખવી જરૃરી છે. વિચારો બદલાતા જણાય. ઉતાવળા ઉગ્ર ન થવા સલાહ.

સિંહ કોઈ પણ વાતને સ્વમાનનો પ્રશ્ન બનાવી તમે કાર્ય સફળતા વધુ જલદી મેળવી શકશો. કન્યા પરિસ્થિતિ અને સંજોગોને અનુરૃપ ચાલ ચાલવાથી તમે ઇચ્છિત ફળ મેળવી શકશો. સંવાદિતા સર્જી શકશો. પ્રવાસ. તુલા સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત સફળ નીવડે. મજાનો દિવસ જણાય. નોકરી અંગેના પ્રશ્ન યથાવત્ લાગે.

વૃશ્ચિક આર્થિક મૂંઝવણ વધતી જણાશે. ચિંતા અને તણાવના કારણે તમે ધાર્યું ન કરી શકો. સમાધાનથી ચાલજો. આરોગ્ય સાચવજો.

ધન સાનુકૂળ તક મળશે તે ઝીલી લેજો. લાભના પ્રયત્નો ફળશે. ગૃહજીવનમાં સંવાદિતા જળવાય. મકર આજે અગમ્ય વિષાદ યા બેચેની બાદ પ્રસન્નતા અનુભવાશે. આવક વધારવાની તક સર્જાય. પ્રવાસ-પર્યટન થઈ શકે.

કુંભ લાભની આશા ઠગારી જણાય. મનની મુરાદ મનમાં રહેતી લાગે. સ્નેહીથી મતભેદનો પ્રસંગ. મીન તમારા વ્યવસાયિક કામકાજો અંગે વધુ ધ્યાન આપશો તો જરૃરી ફતેહ મેળવશો. સંતાનના કાર્ય થાય. સ્વજનોથી સહાય મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.