ભાજપ સાંસદ સુબ્રમણ્યમે મોદી સરકારની એર ઇન્ડિયા વેચવાની વાત સામે ઉઠાવ્યો વાંધો, કરી આ અપીલ

એર ઇન્ડિયાને વેચવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. મોદી સરકારે સોમવારના રોજ પ્રારંભિક માહિતીવાળા મેમોરેન્ડમને રજૂ કરી દીધું. સરકારના આ પ્રસ્તાવની વિરૂદ્ધ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ઉભા થયા છે. જી હા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ દ્વારા નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે આ સોદો સંપૂર્ણપણે દેશ વિરોધી છે અને મારે કોર્ટ જવા માટે મજબૂર થવું પડશે. આપણે પરિવારની ખૂબ જ કિંમતી વસ્તુને વેચી શકીએ નહીં.

સુબ્રમણ્યમ સ્વામી ફરી એક વખત ટ્વીટ કરી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કહ્યું કે સર એર ઇન્ડિયાને વેચવી જોઇએ નહીં, તેને મજબૂત કરવાની જરૂર છે.

તેમણે પાછલા દિવસોમાં કહ્યું હતું કે અત્યારે આ (એર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ) પરામર્શદાત્રી સમિતિની સામે છે અને હું તેનો એક સભ્ય છું. મને એક નોટ આપવા માટે કહ્યું છે. તેના પર નેકસ્ટ બેઠકમાં ચર્ચા કરાશે. તેઓ એના વગર આગળ વધી શકશે નહીં. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ આમ કરે છે તો હું કોર્ટમાં જઇશ, તેઓ આ પણ જાણે છે.

મોદી સરકારની તરફથી બિડ ડોક્યુમેન્ટના મતે એર ઇન્ડિયા એક્સપ્રેસની 100 ટકા હિસ્સેદારી વેચશે. આ સિવાય એર ઇન્ડિયા અને SATSની જોઇન્ટ વેન્ચર કંપની AISATSમાં એર ઇન્ડિયાની 50 ટકા હિસ્સેદારી વેચાશે. એર ઇન્ડિયાનુ મેનેજમેન્ટ કંટ્રોલ પણ બોલી જીતનાર કંપનીને મળી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.