દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભલે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો હોય પણ વાકયુદ્ધ ‘ચાણક્ય વિરૂદ્ધ ચાણક્ય’ વચ્ચે શરૂ થયું છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે રણનીતિ બનાવનારા પ્રશાંત કિશોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જવાબ આપ્યો હતો. પ્રશાંતે ટ્વિટ કરીને અમિત શાહ પર પ્રહાર કર્યો હતો.
જેડીયુ નેવા અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીમા EVMનું બટન તો પ્રેમથી જ દબાશે. જોર કા ઝટકા ધીરે સે… લાગવો જોઈએ જેથી આપસી ભાઈચારો અને સૌહર્દ ખતરામાં ના મુકાય. સાથે જ પીકેએ ચાર મુદ્દે પણ ટ્વિટ કર્યુ હતું, જેમાં તેમણે Justice, Liberty, Equality & Fraternity લખ્યુ હતું.
દિલ્હીના બાહરપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે એક જનસભામાં કહ્યું હતું કે, ઈવીએમનું બટન એટલા તો ગુસ્સાથી દબાવજો કે બટન અહીં બાબરપુરમાં દબાય અને કરંટ છેક શાહીનબાગમાં લાગે. શાહે આરોપ લગાવ્યો હતો કે, સીએએનો વિરોધ કરનારા નેતાઓએ દિલ્હીમાં રમખાણો કરાવ્યા અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું.
નાગરિકતા શંસોધન કાયદાના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ કેન્દ્ર સરકાર સામે હલ્લાબોલ કરી રહી છે અને સીએએના કાયદાને પાછો લેવાની માંગણી કરી રહી છે. અમિત શાહે દિલ્હીમાં પોતાની અનેક રેલીઓ દરમિયાન શાહીન બાગના મુદ્દાને બરાબર ઉઠાવ્યો છે. સાથે જ વિરોધ પર પર લોકોને ભડકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. જ્યારે ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વિટર પર શાહિન બાગને પાકિસ્તાન ગણાવતા તેમના વિરૂદ્ધ તો ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.