બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે CAA-NRCને લઈ ભાંગરો વાટયો, થઈ શકે છે વિવાદ

બોલિવૂડ કલાકાર અને ભાજપ નેતા પરેશ રાવલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ભાજપનો આ નેતા એક્ટર તરીકે પણ સફળ નિવડ્યો છે. તેમની એક્ટિંગથી લોકો ખૂબ જ પસંદ કરે છે. એ સિવાય પરેશ રાવલ કોઇપણ વાતને બેબાક રીતે લોકોની સામે રજુ કરી શકે છે. આજે દેશમાં ચોમેર CAA અને NRCને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. એ વચ્ચે પરેશ રાવલનું આ અંગે નિવેદન સામે આવ્યું છે. પરેશ રાવલે એક Tweet કરી પોતાની વાત રજુ કરી છે.

પરેશ રાવલે કહ્યું કે, દોસ્તો તમારે તે સાબિત નથી કરવાનું કે હિન્દુસ્તાન તમારા બાપનું છે, પરંતુ તમારે એવું સાબિત કરવાનું છે કે તમારો બાપ હિન્દુસ્તાનનો છે. હવે પરેશ રાવલે આ વાત કહી પછી સોશિયલ મીડિયા પર એક નવો જ સિલસિલો શરૂ થયો છે. વિવાદ થવાની પણ પુરી શક્યતા સેવવામાં આવી રહી છે. પરેશ રાવલનાં આ ટ્વીટ પર લોકો તરફથી પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.