આ બેઠકનો વિધાનસભાનો ઇતિહાસ જરા રસપ્રદ છે. વાત એમ છે કે, રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડતા પક્ષ પલટુંઓ હારી જાય છે. તો શું અલ્પેશ ઠાકોર આ પરંપરાને તોડી શકશે ?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. આ છ બેઠકોમાં રાધનપુરની બેઠક પર પણ ચૂંટણી યોજાશે. થોડા મહિનાઓ પહેલા કૉંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કરનાર અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર ફરીથી કિસ્મત અજમાવશે.
પણ આ બેઠકનો વિધાનસભાનો ઇતિહાસ જરા રસપ્રદ છે. વાત એમ છે કે, રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડતા પક્ષ પલટુંઓ હારી જાય છે. તો શું અલ્પેશ ઠાકોર આ પરંપરાને તોડી શકશે
મહત્વની વાત એ છે કે, ભાજપ અલ્પેશ ઠાકોરને રાધનપુરથી લડવાશે તો કૉંગ્રેસ પર અલ્પેશને ચારેતરફથી ઘેરવા માટે રણનીતિ ઘડી રહી છે. કૉંગ્રેસ આ બેઠક પર તેની પ્રતિષ્ઠા દાવ પર લગાવશે અને અલ્પેશ ઠાકોર સામે મજબૂત નેતા ઉતારવાની તૈયારી કરે છે.
વર્ષે 1998 માં રાજ્યમાં દસમી વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી તેમાં ભાજપ તરફથી ફરી વખત શંકર ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા. તેમની સામે રાજપામાંથી લવીંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી. પરંતુ રાજકીય પક્ષ સાથે જોડાવાની સાથે જ લવીંગજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો.
2002ની અગીયારમી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકમાં પર લવીંગજી ઠાકોરે કૉંગ્રેસમાંથી રાધનપુર બેઠક પર ચૂંટણી લડ્યા. પરંતુ જનતાએ પક્ષ પલ્ટુને નકાર્યા અને ફરીથી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી સામે તેમની હાર થઇ.
આ જ રીતે વર્ષે 2007 ની બારમી વિધાનસભામાં ચૂંટણીમાં ફરીથી કૉંગ્રેસના ઉમેદવર રઘુ દેસાઈ સામે રાધનપુરની જનતાએ શંકર ચૌધરીને ફરીથી ચૂંટ્યા.
વર્ષે 2012 ની તેરમી વિધાનસભામાં શંકર ચૌધરી રાધનપુર બેઠકના બદલે વાવ બેઠક પરથી ચૂંટણી લડ્યા. ભાજપે શંકર ચૌધરીના સ્થાને રાધનપુર બેઠક પર નાગરજી ઠાકોરને ટિકિટ આપી. સામે પક્ષે કૉંગ્રેસે ભાજપ છોડી કૉંગ્રેસમાં આવેલા પક્ષ પલટું ભાવસિંહ રાઠોડને ઉતાર્યા અને ભાવસિંહ રાઠોડને હારનો સામનો કરવો પડ્યો.
આ જ રીતે, વર્ષે 2017 ની ચૌદમી વિધાસભામાં ચૂંટણીમાં રાધનપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે ભાજપે કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા લવીંગજી ઠાકોર મેદાને ઉતર્યા. પણ આ વખતે પણ પક્ષ પલટું લવીંગજી ઠાકોરને જનતાએ જાકારો આપ્યો અને કૉંગ્રેસના અલ્પેશ ઠાકોરની જીત થઇ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.