પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના એક નિવેદનને લઇ સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના એક નિવેદનને લઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે. ઇમરાન ખાને શૌકત ખાનૂમ હોસ્પિટલમાં પોતાના ભાષણમાં કહ્યું કે એક ઇંજેકશન લગાવ્યા બાદ તેમને નર્સો હૂર (પરી) જેવી લાગતી હતી.

ઇમરાન ખાને કહ્યું કે 2013મા ચૂંટણી પ્રચાર દરમ્યાન તેઓ સ્ટેજ પરથી પડી ગયા હતા અને ત્યારે તેમને આ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યારે તેઓ પીડાથી પીડાતા હતા તો નર્સો એ તેમને એક ઇંજેકશન લગાવ્યું ત્યારબાદ માત્ર તેમને દર્દમાંથી જ છૂટકારો મળ્યો નહોતો પરંતુ તેમણે પોતાની સ્પીચ પણ આપી હતી. ઇમરાન ખાનને કહ્યું કે એ સમયે આ નર્સો મને હૂરની જેવી જ લાગતી હતી.

ઇમરાન ખાને કહ્યું કે તેમણે ડૉકટરને ફરીથી એ જ પેનકિલર ઇંજેકશન લગાવા માટે અનુરોધ કર્યો પરંતુ તેમણે ના પાડી દીધી. એટલું જ નહીં ઇંજેકશન માટે તેઓ ડૉકટરને ધમકી સુદ્ધા આપવા લાગ્યા હતા. જો કે ઇમરાન ખાને ડૉકટર્સ અને હોસ્પિટલના વખાણ કરતાં કહ્યું કે તેમને બીજા પેનકિલર ઇંજેકશન આપ્યા નહીં.

પોતાના દરેક નિવેદનને લઇ ઇમરાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે. પાકિસ્તાની પત્રકારે લખ્યું કે પીએમ ઇમરાન ખાનને બસ એક ઇંજેકશન જોઇએ નર્સોમાં હૂર જોવા માટે. એક યુઝરે લખ્યું કે નર્સોને બહેનની જેમ જોવી જોઇએ પરંતુ ઇમરાન ખાનને તેમાં હૂરેં દેખાય રહી છે. આના પરથી તેમની માનસિકતાની ખબર પડી જાય છે. તો કેટલાંક લોકોએ મીમ્સ શેર કરી લખ્યું કે તેમને મેડલ આપવા જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.