દુધસાગર ડેરીમાં ફરજ બજાવતી યુવતી કોઈ અગમ્ય કારણસર પાટણ ટ્રેનમાંથી ઉતર્યા બાદ પાટલ રેલવે સ્ટેશન ઉપ ઝેર પી લીધું હતું અને ત્યાર બાદ તે તેવી જ સ્થિતિમાં ઘરે પહોંચતા બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે પાટણ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો પરંતુ મામલો રેલવેની હદમાં હોવાને કારણે આગળની તપાસ રેલવે પોલીસને સુપ્રત કરવામાં આવી છે. સૂત્રોની જાણકારી પ્રમાણે રાજ્યમંત્રી મંડળના સભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાને કારણે યુવતીએ જીવનનો અંત આણવાનો પ્રયત્ન કર્યો હતો.
દુધસાગર ડેરીમાં ફરજ બજાવતી વણીક યુવતી ઘણા દિવસથી કોંગ્રેસના એક નેતાને કારણે પરેશાન હતી. કોંગ્રેસના આ નેતા અગાઉ તમામ રાજકીય પાર્ટીના સભ્ય રહી ચૂકેલા છે, તેમજ મંત્રી મંડળમાં ગૃહ વિભાગનો હવાલો પણ સંભાળતા હતા. આ નેતા સામે ભ્રષ્ટાચારની પણ અગાઉ થયેલી ફરિયાદ હાલમાં પડતર છે ત્યારે યુવતીના આત્મહત્યાના પ્રયાસને કારણે નેતાની મુશ્કેલી વધી શકે છે. યુવતીના પિતાએ પાટણ પોલીસમાં આપેલી ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે જો કે યુવતી હાલમાં હોસ્પિટલમાં બેભાન હોવાને કારણે પોલીસ તેનું નિવેદન નોંધી શકી નથી.
પાટણ પોલીસે આ બનાવની વધુ તપાસ રેલવે પોલીસને સુપ્રત કરી છે, જો કે મોટા નેતાના સંડોવણી હોવાને કારણે રેલવે પોલીસના કોઈ પણ અધિકારીઓ આ મામલે કોઈ ફોડ પાડતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.