હિંદી સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ દાદા સાહેબ ફાળેકથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારની (24 સપ્ટેમ્બર) રાત્રે 8.30 વાગે અમિતાભે ભોપાલમાં રહેતા પોતાના સાસુ ઈન્દિરા ભાદુરીને ફોન કરીને એવોર્ડ મળ્યાની વાત કરી હતી.
ઈન્દિરાએ સિટી ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મને મંગળવારે જ ફોન આવ્યો હતો. તેઓ ઘણું ઓછું બોલે છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડની વાત કર્યાં બાદ તેમણે માત્ર એટલું જ કહ્યું કે મા..આ બધું તમારા આશીર્વાદને કારણે છે. ખરી રીતે તો માત્ર મારા માટે જ નહીં પરંતુ પૂરા પરિવાર માટે આ ખુશીની ક્ષણ છે. હું તો એટલું જ ઈચ્છીશ કે તેઓ હજી પણ પ્રગતિ કરે.’
ડમ્મરે 10 વર્ષ સુધી ભોજન બનાવીને જમાડ્યા
54 વર્ષીય ડમ્મર બહાદુર દેવકોટા પણ બિગ બીને એવોર્ડ મળ્યો તેનાથીઉત્સાહીત છે. 80ના દાયકામાં અમિતાભ જ્યારે પણ ભોપાલ આવતા ત્યારે ડમ્મર જ રસોઈ બનાવતો હતો. ડમ્મર એક્ટ્રેસ જયા બચ્ચનના પિતા તરુણ કુમાર ભાદુરીના ઘરમાં કુક હતો. હાલમાં ડમ્મર મધ્ય પ્રદેશ પર્યટન વિકાસ નિગમની હેડ ઓફિસમાં કામ કરે છે. ડમ્મરે કહ્યું હતું કે બચ્ચન પરિવારના જમવાની જવાબદારી તેની રહેતી હતી. અમિતાભને સૌથી વધુ ભીંડા તથા રોટલી ભાવતા હતાં. આ ઉપરાંત ચણા, મકાઈની રોટલી તથા લસ્સી પણ લેતા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.