નોકરી માટે યુગાન્ડા ગયેલા અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકોને બંધક બનાવીને 45 લાખ રૂપિયાની ખંડણી માગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સ્થાનિક ગુજરાતીની મદદથી યુગાન્ડા પોલીસે ચારેય યુવકોને હેમખેમ છોડાવ્યા હતા, અને એક મૂળ ભારકીય સહિત સ્થાનિક અપહરણકર્તાઓની ધરપકડ કરી છે.
અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકો નોકરી માટે 14 દિવસ પહેલાં યુગાન્ડા ગયા હતા, જ્યાં એક હોટલમાં તેમને બંધક બનાવીને ગોંધી રાખી ખંડણી માગવામાં આવી હતી. આ ઘટનામાં ભોગ બનેલા મૂળ ગુજરાતી યુવાનોમાં અક્ષય પ્રજાપતિ, સાહિલ પટેલ, અતુલ પટેલ તથા કલ્પેશ વ્યાસનો સમાવેશ થાય છે. જ્યારે તેમનું અપહરણ કરવામાં અન્ય ગુજરાતી યુવાન પ્રફુલ બૂટાણીનો હાથ હતો. યુગાન્ડા પોલીસે તેના સાથીદાર અને યુગાન્ડાના નાગરિક ઈગ્નેશિયસ મુગુમ્યાની પણ ધરપકડ કરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ ગુજરાતી એવા પ્રફૂલ બૂટાણીએ અમદાવાદ, પાટણ અને મહેસાણાના ત્રણ યુવાનોને નોકરીની લાલચ આપીને બોલાવ્યા હતા. ગત 15 જાન્યુઆરીએ ઈન્ટેબે ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી બુટાણી અને તેનો યુગાન્ડાનો સાગરિત આ ત્રણેયને લઈ ગયા હતા અને તેમના પાસપોર્ટ પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ યુવાનોને એક હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાકિસો જિલ્લાની કિરા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા બ્વેયોગેરેરેની એલાયન્સ હોટલમાં ખસેડાયા હતા. આરોપીઓએ ત્યારબાદ ચારેયના પરિવાર પાસે તેમની મુક્તિ માટે કુલ 50 હજાર ડોલરની ખંડણી માગતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.