વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમાર તરફથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી કે ચીનનાં હુબઈ પ્રાંતમાં કોરોના વાયરસથી જે ભારતીય નાગરિક પ્રભાવિત છે તે તમામને નીકાળવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બેઈજિંગમાં અમારી ટીમ ચીની સરકારનાં સંપર્કમાં છે અને ભારતીય નાગરિકોની અપડેટ લઇ રહી છે. અમે સતત આ મુદ્દા પર અપડેટ્સ લેતા રહીશું. એર ઇન્ડિયા તરફથી એક Boeing 747ને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યું છે. હવે સરકારનાં આદેશ બાદ ભારતીયોને નીકાળવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં લગભગ 250 ભારતીય વિદ્યાર્થી ફસાયેલા છે, જેમને પરત દેશ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ફેલાશે. ચીનમાં અત્યાર સુધી 100થી વધારે લોકો વાયરસનાં કારણથી જીવ ગુમાવી ચુક્યા છે, જ્યારે હજારોની સંખ્યામાં લોકો હૉસ્પિટલમાં છે. ચીનનાં હુબઈ પ્રાંતમાં જે પણ ભારતીય નાગરિક ફસાયેલા છે તેમને લઇને ભારત સરકારે કેટલીક હૉટલાઇન બનાવી છે, જેનાથી મદદ લઇ શકાય છે.
સરકાર તરફથી ત્રણ હૉટલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈપણ વ્યક્તિનો પાસપોર્ટ ચીની સરકાર પાસે જમા છે તો તેઓ આ નંબર પર ફોન કરીને તરત જ મદદ લઇ શકે છે. ફક્ત ચીન જ નહીં, પરંતુ ભારતમાં પણ ઘણા આવા શંકાસ્પદ ઓળખ થઈ છે, જેઓ આ કોરોના વાયરસથી પીડિત થઈ શકે છે. દેશમાં મુંબઈ, બેંગલુરુ અને દિલ્હી સહિત કેટલાક શહેરોમાં આવા કેસ સામે આવ્યા છે, જેમને આ કોરોના વાયરસનાં શંકાસ્પદ દર્દી માનવામાં આવી રહ્યા છે. દેશનાં તમામ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર બહારથી આવી રહેલા નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે અને સતર્કતા બાદ જ તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.