અભિનેતા સલમાન ખાનનો ગોવાના એરપોર્ટ પરનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાનનો રિયલ દબંગ અવતાર જોવા મળી રહ્યો છે. એક ફેન્સ તેની પરવાનગી વિના સલમાન સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હતો. આ જોઈને સલમાનનો પિત્તો ગયો અને એ શખ્સનો ફોન છીનવી લીધો. આ ઘટનાનો વીડિયો હવે વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સલમાન એરપોર્ટની બહાર નીકળી રહ્યો છે. ત્યારે એક ફેન્સ અભિનેતાની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે સલમાનનું મોઢું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, તે ભારે ગુસ્સે થઈ ગયો. સલમાને ત્યારે જ તેના હાથમાંથી ફોન છીનવી લીધો અને ત્યાંથી ચાલ્યો ગયો. ઉલ્લેખનીય છે કે, સલમાન તેની આગામી ફિલ્મ રાધેના શૂટિંગ માટે હાલમાં ગોવામાં છે. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ફેન્સમાં સલમાન ખાન ટ્રોલ થઈ રહ્યો છે. આ પહેલા પણ જ્યારે આવુ વર્તન હતું ત્યારે સલમાન પર એફઆરઆઈ પણ દાખલ થઈ ચૂકી છે.
આ વ્યક્તિ વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે, તે એરલાઇન્સમાં કામ કરતા ગ્રાઉન્ડ સ્ટાફનો માણસ છે. તો એક અહેવાલ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી પરંતુ જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે અમે ઘટના વિશે પૂછપરછ કરી અને તેની પુષ્ટિ કરી છે. તો જુઓ અહીં આ વીડિયો….
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.