બજેટ પહેલાં જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની આર્થિક સ્થિતિને લઈને વડાપ્રધાન મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ખ્યાલ જ નથી કે આર્થિક વિકાસને ગતિ આપવા માટે આગળ શું કરવાનું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે મોદી અને આર્થિક સલાહકારોની તેમની ડ્રીમ ટીમ સાચે અર્થવ્યવસ્થાને બદલી નાખી છે. પહેલાં જીડીપી 7.5 ટકા અને ઈન્ફ્લેશન રેટ 3.5 ટકા હતો જ્યારે હવે જીડીપી ઘટીને 3.5 ટકા અને ઈન્ફ્લેશન રેટ 7.5 ટકા થઈ ગયો છે. આ પહેલાં મંગળવારે પણ યુવા આક્રોશ રેલીને સંબોધિત કરતા આર્થિક સંકટ અને બેરોજગારીના મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.