ભારત અને ચીન વચ્ચે આવન-જાવન જોતાં ભારતમાં કોરોના ફેલાવાનો ભય સૌથી વધુ છે. બ્રિટનની યુનિવર્સિટી ઑફ સાઉથમ્ટપને એવા ૩૦ દેશોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જે હાઈ-રિસ્ક પર હોય. આવા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ કેટલા પ્રવાસીઓ ક્યાંથી ચીન આવે છે, ક્યાં જાય છે તેની ગણતરી કરીને આ તારણ રજૂ કર્યું છે. ભારતમાં અનેક સ્થળોએ ચીની કંપનીઓનું રોકાણ છે. ભારતમાંથી પણ વેપારીઓ નિયમિત રીતે ચીન જાય છે. એટલે દૈનિક ધોરણે પ્રવાસીઓની આવન-જાવન ચાલુ છે. એ જોતા આ વાઈરસ ભારતમાં ઘૂસી શકે છે અને પ્રવેશી ગયા પછી મુશ્કેલી સર્જી શકે છે.
૩૦ દેશોના લિસ્ટમાં ભારત જોકે ૨૩મા ક્રમે છે. સૌથી પહેલા તો થાઈલેન્ડ, જાપાન, હોંગકોંગ, અમેરિકા જેવા દેશો છે. યુનિવર્સિટીના સંશોધનમાં વિશ્વના શહેરોની યાદી અપાઈ છે, જ્યાં વાઈરસ પહોંચી શકે એમ છે. યુનિવર્સિટીએ જણાવ્યુ હતુ કે અહીં પ્રવાસીઓ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે એ અભ્યાસ કરીને આ યાદી તૈયાર કરાઈ છે.
જ્યાં ચીની પ્રજાની મહત્તમ અવર-જવર હોય ત્યાં ફેલાવાની શક્યતા વધુ રહે છે. અત્યાર સુધીમાં વાઈરસ ૧૭ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ અભ્યાસને કારણે ક્યા દેશના ક્યા શહેરમાં સરકારે આરોગ્ય સુવિધાઓ વધારવી અને સાવધાની રાખવી તેનો ખ્યાલ આવી શકે છે. યુનિવર્સિટીએ અન્ય દેશ ઉપરાંત ચીનના જ અન્ય ૧૮ શહેરો અલગ તારવ્યા છે, જ્યાં વાઈરસ ફેલાઈ શકે છે. કેમ કે વાઈરસનું ઉદ્ભવસ્થાન છે એ વુહાન શહેર સાથે આ અઢારેય શહેરને ગાઢ કનેક્શન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.