CM વિજય રૂપાણીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવશે કે કેમ વિશે રાજ ખોલ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ દેશભરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. અને તે કઈ તારીખે અમદાવાદમાં હાઉદી મોદી શો કરશે તેને લઈને પણ સસ્પેન્સ બનેલું છે. તો આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ 24થી 26 તારીખ ફેબ્રુઆરીની આસપાસ આવી શકે છે. અત્યાર સુધી આ વાતને લઈ સસ્પેન્સ ચાલી રહ્યું હતું. પણ સીએમ વિજય રૂપાણીએ દિલ્હીની એક રેલીમાં ટ્રમ્પનો ઉલ્લેખ કરીને સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી દીધો હતો.

દિલ્હીમાં હાલ ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેવામાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા. અહીં રેલીને સંબોધતાં વિજય રૂપાણીએ કહ્યું કે, આખા એશિયામાં સાબરમતી નદી સૌથી સ્વચ્છ નદી બની ગઈ છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કરી છે. જાપાન અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી જેવા પ્રમુખ નેતાઓએ પણ નદીના કિનારે પ્રવાસ કર્યો હતો અને તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ રિવરફ્રન્ટ પણ આવશે. જો કે તેમણે તારીખ જણાવી ન હતી.

દિલ્હી ચૂંટણીનાં પ્રચાર માટે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતનાં મહેમાન બનશે. આ ઉપરાંત જે પ્રકારે વડાપ્રધાન મોદી માટે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે જ પ્રકારે હાઉડી ટ્રમ્પનું આયોજન કરવામાં આવશે. સમગ્ર ગુજરાત તેમનું ઉમળકા ભેર સ્વાગત કરશે અને તે માટેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.