સુલેમાનીને મારવાનું કાવતરું ઘડનારા CIA અધિકારીનુ મોત, ઈરાનનો દાવો

અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં સોમવારના રોજ મોટો વિમાન અકસ્માત સર્જાયો હતો. તેને લઇ ઇરાની મીડિયા જબરદસ્ત મોટો દાવો કર્યો છે. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશમાં ઇરાનના ટોપ કમાન્ડર કાસિમ સુલેમાનીના હત્યાની યોજના બનાવનાર અમેરિકન ગુપ્તચર એજન્સીના વરિષ્ઠ અધિકારી માઇકલ ડી અંડ્રિયાનું મોત થઇ ગયું છે.

ઇરાની મીડિયાએ એક રશિયન સૂત્રના હવાલે કહ્યુંકે પ્લેન ક્રેશમાં ઇરાક, ઇરાન અને અફઘાનિસ્તાનમાં અમેરિકન ઇન્ટેલિજન્સનો પ્રમુખ મરી ગયો. જો કે રિપોર્ટમાં કહ્યું છે કે એવો કોઇ સંકેત મળ્યો નથી જેના પરથી એ ખબર પડી શકે કે જાસૂસી વિમાનને દુશ્મન હુમલામાં મારી નંખાયા. અકસ્માતનું કારણ જાણવા માટે હજુ તપાસ ચાલુ છે.

આપને જણાવી દઇએ કે અમેરિકન સેનાએ પૂર્વ અફઘાનિસ્તનમાં એક સૈન્ય વિમાન દુર્ઘટના સ્થળ પરથી બે લોકોના અવશેષ જપ્ત કર્યા છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય મિશનની એક વિજ્ઞપ્તિમાં કહ્યું કે અમેરિકન વિમાનથી ઉડાન ડેટા રેકોર્ડર કે ‘બ્લેક બોક્સ’ ગજની પ્રાંતમાં દુર્ઘટનાસ્થળ પરથી જપ્ત કરાયું છે. અધિકારીઓએ પોતાની વિજ્ઞપ્તિમાં કહ્યું કે મૃતદેહો અને બ્લેક બોક્સ જપ્ત કર્યા બદ અમેરિકન સૈન્યએ ઇ-11-એ ઇલેક્ટ્રોનિક્સ નજર રાખતા વિમાનના અવશેષોને નષ્ટ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.