ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન પર પ્રોક્સી વોર અને પાકિસ્તાનને યુદ્ધમાં ધૂળ ચટાડવા માત્ર એક સપ્તાહ કે 10 દિવસ જ કાફી છે તે નિવેદન પર પાકિસ્તનને બરાબરના મરચા લાગ્યા છે. પાકિસ્તાને આ મામલે વળતો જવાબ આપ્યો છે.
પાકિસ્તાને કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની આક્રમક કાર્યવાહીને અસરકારક રીતે સામનો કરવામાં દેશના લોકો અને દેશના સશસ્ત્રબળોના સંકલ્પને કોઈએ પણ હળવાસથી ના લેવો જોઈએ. પાકિસ્તાને ભાજપ સરકાર પર પણ આરોપ લગાવ્યો હતો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા મંગળવારે જ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ઈસ્લામાબાદને ભારત વિરૂદ્ધ પ્રોક્સી વોર છેડવા માટે જવાબદાર ઠેરવ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર બળોએ પાકિસ્તાનને ધૂળ ચટાડવમાં એક સપ્તાજ કે 10 દિવસથી વધારે સમય પણ નહીં લાગે.
વડાપ્રધાન મોદીના આ નિવેદન બાદ પાકિસ્તાનને બરાબરનું મરચું લાગ્યું છે. આજે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય ઓફિસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, પાકિસ્તાન આ નિવેદનને ફગાવે છે, જે ભારતની પાકિસ્તાન માટેની ઈલાજહિન સનક દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.