કોંગ્રેસ સત્તા માટે ઘણા પ્રયોસો કરી રહી છે પરંતુ કેટલીક વાર કોંગ્રેસમાં રહેલા આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ સત્તાથી ખૂબ દૂર થઇ જાય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટીમાં ઉપેક્ષા થતી હોવાના આક્ષેપો સાથે ભાજપના જોડાય જાય છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે પણ કોંગ્રેસના દિગ્ગજનેતાઓ ભાજપમાં જોડાયા અને ચૂંટણી લડીને આજે ભાજપના મંત્રી પણ બન્યા છે, ત્યારે કોંગ્રેસને સત્તા ન મળવાનું કારણ કોંગ્રેસ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે. તેમને કહ્યું કે, કોંગ્રેસે સત્તા લક્ષી બની છે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની દિશા કદાચ સિધ્ધાંત લક્ષીને બદલે સત્તા લક્ષી બની છે. સત્તા લક્ષી બની છે એટલા માટે આપણે ગાંધીચિંધ્યા માર્ગે કામ કરી શકતા નથી પરંતુ સાચા અર્થમાં ગાંધીચિંધ્યા માર્ગે આપણે કામ કરવાનું શરૂ કરીશું તો સત્તા આપણા પગમાં આવીને પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ બાબતે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગાંધીના વિચાર સાથે 60 વર્ષ સુધી સાશન કર્યું જ નહીં. તેને ગાંધીના વિચારના જ ખતમ કરી દીધા. ગાંધીજીના વિચાર છે સત્ય, પ્રેમ અને અહિંસા અને આજે કોંગ્રેસ સત્યના બદલે અસત્ય બોલે છે, પ્રેમના બદલે વેર ઝેર ફેલાવે છે અને અહિંસાને બદલે હિંસા ફેલાવવાનું કામ કરે છે. એ ગુજરાતની અને દેશની જનતા જોઈ રહી છે. ગાંધીજીએ ગૌ હત્યા પ્રતિબંધની વાત કરી હતી, કોંગ્રેસે ન કરી. આઝાદી પછી સફાઈ અભિયાન અમારે શરૂ કરવું પડ્યું એટલું જ નહીં સમગ્ર દેશમાં શૌચ મુક્તનું અભિયાન શરૂ કર્યું. 10 કરોડ શૌચાલય અમે બનાવ્યા અને આજે 699 જિલ્લાઓ અને 6 લાખ જેટલા ગામો શૌચ મુક્ત થયા છે. તો આ ગાંધીજીના વિચારની સાથે અમે કામ કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.