ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે, કેજરીવાલે ચૂંટણી માટે PM મોદીનું ઉપરાણું લઈને PAK મંત્રીને હાંકી કાઢયો

પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. ચૌધરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. જેના જવાબમાં આશાથી તદ્દન વિપરીત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફવાદ ચૌધરીને બરાબરના ઝાટકી નાખ્યા હતાં.

અરવિંદ કેજરીવાલે પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીને કહ્યું કહ્યું હતું કે, તેમણે ભારતની અંતરીક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે – ભાર્તના લોકોએ હરાવવા પડશે. વધુ એક રાજ્ય (દિલ્હીની ચૂંટણી) ગુમાવવાના દબાણમાં તેઓ હાસ્યાસ્પદ દાવાઓ કરી રહ્યાં છે. કાશ્મીર પર આંતરીક-બહારની પ્રતિક્રિયા, નાગરિકતા સંશોધન કાયદો અને નિષ્ફળ અર્થવ્યવસ્થા બાદ તેમણે સંતુલન જ ગુમાવી દીધું છે. ફવાદની આ ટિપ્પણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને હતી.

ફવાદ ચૌધરીની આ ટિપ્પણી પર કેજરીવાલ ભડક્યા હતાં. તેમણે ચૌધરીને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે- નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન છે, મારા પણ વડાપ્રધાન છે. દિલ્હીની ચૂંટ્ણી ભારતની આંતરીક બાબત છે અને અમને આતંકવાદના સૌથી મોટા રખેવાળનો હસ્તક્ષેપ સ્વિકાર્ય નથી. પાકિસ્તાન જેટલા પણ પ્રયાસ કરી લે પણ આ દેશની એકતા પ્રહાર નહીં કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.