બંગાળના BJP અધ્યક્ષ દિલીપ ઘોષ વિરુદ્ધ કેસ દાખલ,CAA રેલી વખતે મહિલા સાથે ખરાબ વર્તન

પશ્વિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ વિરુદ્ધ ગુરુવારે એક મહિલાના આરોપો બાદ આઇપીસીની કલમ 354એ, 509, 506, 34 હેઠળ પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. નોંધનીય છે કે મહિલાએ દિલીપ ઘોષની રેલી દરમિયાન ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અગાઉ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આયોજીત રેલી દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ દ્ધારા એક મહિલા પ્રદર્શનકારી સાથે ખરાબ વર્તન કરવા પર ઘોષે કહ્યું કે, તેમને પોતાના નસીબનો  આભાર માનવો જોઇએ કે કાંઇ બીજું થયું નથી. તેમની આ ટિપ્પણીની વિપક્ષે ટીકા કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.