દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં તમને ગાડી ચલાવવા માટે ફ્રીમાં પેટ્રોલ-ડીઝલ મળી જાય તો મજા આવી જાય. હકીકતમાં HDFC બેંકે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની સાથે મળીને એક નવું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડની ઘણી સુવિધાઓ છે. HDFC બેંક અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ નોન-મેટ્રો શહેર અને શહેરોના યુઝર્સ માટે કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડનુંનામ ‘ઇન્ડિયન ઓઇલ HDFC બેંક ક્રેડિટ કાર્ડ’ રાખવામાં આવ્યું છે. આ કાર્ડ દ્વાકા કસ્ટમર ફ્યૂલ ખરીદવા પર બેનિફિટ્સ અને રિવર્ડ પ્રાપ્ત કરી શકે છે.
આ કાર્ડની કિંમત 500 રૂપિયા રાખવામાં આવી છે
આ કાર્ડ રૂપે અને વીઝા બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આ ક્રેટિડ કાર્ડની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જો કોઈ કાર્ડથી વર્ષમાં 50 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે તો તેની વાર્ષિક ફી માફ થઈ જશે.
આ કાર્ડના ફીચર્સ
ઇન્ડિયન ઓઇલ HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા 27 હજાર કરતા વધું IOCL આઉટલેટ્સ પર ‘ફ્યૂલ પોઈન્ટ્સ’ નામનાં રિવર્ડ પોઈન્ટ પ્રાપ્ત કરી શકાય છે. તે ઉપરાંત અન્ય ખર્ચ જેમ કે, ગ્રોસરી, બિલ પેમેન્ટ, યુટિલિટી, શોપિંગ જેવા પર પણ ફ્યૂલ પોઈન્ટ મેળવી શકાય છે. આ પોઈન્ટને વાર્ષિક 50 લીટર સુધીના ફ્યૂલમાટે રિડીમ કરી શકાય છે. તેનો અર્થ એ છે થાય તે તમે દર વર્ષે આ પોઈન્ટ દ્વારા 50 લીટર ફ્યૂલ ફ્રીમાં લઈ શકો છો.
ઇન્ડિયન ઓઇલ HDFC બેંક ક્રેડિટ કાર્ડ માટે www.hdfcbank.com વેબસાઈટ પર જઈને અથવા બેંકની નજીકની કોઈ શાખામાં જઈનેઅપ્લાયકરવાનું રહેશે.
કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે
આ કાર્ડને લઈને IOCLના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટરે જણાવ્યું કે, IOCL કેશલેસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરે છે. કંપનીએ 27000+ રિટેલઆઉટલેટ્સમાંથી 98 ટકા ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવામાં સક્ષમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.