નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં દેશનું મોદી સરકરના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કર્યુ હતું. આ દરમિયાન તેમણે શિક્ષા, સ્વાસ્થ્ય, કિસાન, રેલવે સહિત ઘણા ક્ષેત્રો માટે અહમ જાહેરાતો કરી છે, ત્યારે સરકારના આ બજેટ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ આ બજેટને દિશાહીન બતાવી છે. તેમણે કહ્યું કે, બજેટ 2020-21માં કંઈ પણ મળ્યુ નથી. કારણ કે, રોજગારી માટે કંઈ નથી અને બેરોજગીરને ઘટાડવાનો કોઈ ઉપાય પણ આપવામાં આવ્યો નથી
રાહુલે કહ્યુ કે, આ બજેટમાં મુખ્ય મુદ્દો બેરોજગારી છે, પરંતુ મે તો આ પ્રકારનો કોઈપણ રણનીતિક વિચાર જોયો નહી જેથી આપણા દેશના યુવાનોને રોજગાર મળી શકે. મેં માત્ર સામાજિક ચીજ વસ્તુઓ જોઈ, પરંતુ કેન્દ્રિય વિચાર ક્યાંય પણ જોવા મળ્યો નથી. આ વર્તમાન સરકારની માનસિકતા છે કે, બધી જ વાતો કરવાની, પરંતુ કંઈ પણ થતું તો નહી. કારણ કે, સરકાર માત્ર વાતો કરે છે અને કંઈ પણ સચ્ચાઈ નથી.
રાહુલ ગાંધી કહ્યું કે, ઈનકમ ટેક્સ સ્લેબને વધુ અઘરો કરી દેવામાં આવ્યો છે. રોજગાર અને અર્થવ્યવ્યસ્થા પર સરાકરે કંઈ પણ કર્યુ નથી. રાહુલે તેમ પણ કહ્યું છે કે, બજેટનું ભાષણ ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ હતું. આમાં કંઈ પણ ન હતુ અને આ ખોખલું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.