કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકારના બજેટ પર નિશાન સાધ્યું, બજેટને કહ્યું માત્ર એક સોનેરી સપનું

લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકારના બજેટ પર નિશાન સાધ્યું છે. ચૌધરીએ બજેટ જાહેર થતા પહેલા કહ્યું હતું કે, માત્ર સોનેરી સપનું દેખાડવામાં આવશે, જ્યારે કે, અસલીમાં આપણે શું જોઈ રહ્યા છે કે, દેશમાં બધા જ લોકો ચિંતામાં છે.

ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા અને અસેમ્બલ ઈન ઈન્ડિયામાં ફરક શું છે. લોકોને ભટકાવવા માટે, બેરજોગારોને ભ્રમિત કરવા માટે આ પ્રકારનું સોનેરી સપનું દેખાડવામાં આવી રહ્યું છે. પહેલા વર્ષ દરમિયાન 2 કરોડ નોકરીઓ હતી, જેને હટાવીને 4 અને 6 કરોડ દર્શાવવામાં આવી છે, પરંતુ હકીકતમાં આપણું ખિસ્સુ સાવ એકદમ ખાલી છે. તેમણે કહ્યું કે, ક્યાંક શાહીનબાગમાં તો ક્યાંક જામિયા અથવા ઈમરાન આ મુદ્દાઓ સિવાય તેમની પાસે કંઈ પણ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.