નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આજે બજેટ જાહેર કર્યું હતું. આ બજેટ પર હાલમાં મિલી-જુલી પ્રતિક્રિયાઓ મળી રહી છે. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, બજેટ નવા અને આત્મવિશ્વાસી ભારતની રૂપરેખા આપે છે. આ બજેટ આગામી વર્ષોમાં દેશને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવશે. કારણ કે, બજેટમાં બધા જ વર્ગોના કલ્યાણ અને વિકાસ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોના હિતમાં બનાવવામાં આવેલ બજેટ માટે આભાર વ્યક્ત કરું છું.કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સામાન્ય બજેટને એક ઐતહાસિક ગણાવ્યું છે. મધ્યમ વર્ગને રાહત આપવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણને ધન્યવાદ કર્યો છે.
આ બજેટથી જો કોઈ સૌથી વધુ નિરાશ થયું હોય તે, તે છે દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ. કેજરીવાલે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, દિલ્હીની બજેટથી ખૂબ જ આશાઓ હતી, પરંતુ દિલ્હીની સાથે ફરી વખત સાવકો વ્યવવહાર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.