વર્ષ 2020-21ના બજેટમાં મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખીને પણ કેટલીક મહત્વની જાહેરાતો અને યોજનાઓનો ઉલ્લેખ કરાયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણના બીજા કાર્યકળમાં બજેટમાં મહિલાઓ માટેની યોજનાઓ માટે 28,600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં નિર્મલા સીતારમણે જણાવ્યુ કે યુવતીઓના યોગ્ય ઉમરે લગ્ન અને બાળકો ક્યારે થાય તે વાત પર પણ સરકાર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ માટે 6 મહિનાની અંદર ટાસ્ક ફોર્સની રચના કરાશે જે આ મુદ્દા પર રિપોર્ટ તૈયાર કરશે.
આ ઉપરાંત નિર્મલા સીતારમણે બેટી બચાઓ બેટી પઢાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે આ મુદ્દે રાજનીતિ ન થવી જોઇએ. આ યોજનાના સારા પરિણામો મળી રહ્યા છે. સરકારી સ્કુલોમાં બાળકોની સંખ્યા વધી રહી છે. તો આ યોજના અંતર્ગત સેક્સ અનુપાત રેશિયોમાં પણ સુધારો જોવા મળ્યો છે.
તો આ સાથે પોષણને લઇને નિર્મલા સીતારમણે જણાવ્યુ કે હાલમાં 10 કરોડ પરિવારોનો પોષણ ડેટા પણ અપલોડ કરી દેવાયો છે. 6 લાખ આંગણવાડી કાર્યકર્તાઓ પાસે સ્માર્ટ ફોન અપાયેલા છે. જે પોષણ સંબંધી જાણકારી ઉપલબ્ધ કરાવી રહી છે. આ ઉપરાંત આ બજેટમાં બાળકીઓ અને મહિલાઓના પોષણ માટે પોષાહાર યોજના માટે 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે.આ ઉપરાંત 10 કરોડ પરિવારોને ન્યુટ્રીશ્યન એટલે કે પોષણની જાણકારી પણ અપાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.