- કાપડ બજાર ત્રણ વર્ષથી જીએસટી, નોટબંધીની અસરમાંથી હજુ પણ બહાર આવ્યો નથી
- ડાયમંડ ઉદ્યોગે જે માંગણીઓ કરી હતી તેવું કઈ આ બજેટમાં જાહેર ન થતા ઉદ્યોગકારો નિરાશ
- સુરત: કાપડ અને હીરાના પોલિશિંગ માટે સુરત દેશનું હબ માનવામાં આવે છે. આ બંને ઉદ્યોગોને આશા હતી કે કેન્દ્રીય બજેટમાં તેઓ માટે કોઈ લાભકારી જાહેરાત થશે પરંતુ હીરા અને ટેકસટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આજના બજેટથી નિરાશ થયા છે. બંને ઉદ્યોગોના અગ્રણીઓના મતે આ બજેટમાં એવી કોઈ જોગવાઈની જાહેરાત કરવામાં નથી આવી જેનાથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે. તેમના માટે તો આગળ જતા સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નહીવત છે.
- નવું રોકાણ આ બજેટથી કોઈ આવે એવું લાગતું નથી.બજેટ આશા અનુરૂપ નથી. સુરત ટેક્સટાઈલ માટે કશુ જ બજેટમાં નથી. નાના વેપારીઓ માટે સ્કિમ લાવવાની સરકારની ભાવના સારી છે. સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આ બજેટથી કોઈ ફાયદો નથી. હાલ મંદિ છે. પરંતુ કોઈ ફાયદો નથી. નવું રોકાણ આ બજેટથી કોઈ આવે એવું લાગતું નથી. જે લોન લેવાઈ છે તે જ નથી ભરાતી તો નવું રોકાણ ક્યાંથી આવશે તે સવાલ છે. ભવિષ્યમાં પણ કશું રોકાણ આવે તે આ બજેટથી લાગતું નથી. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં સુરતમાં 10 લાખ લોકો ડાયરેક્ટ ઈનડાયરેક્ટ રીતે જોડાયેલા છે જેમના માટે આ બજેટ કોઈ લાભકર્તા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.