નીતીન પટેલે જણાવ્યું, મંત્રી હોવા છતાં અમારે અધિકારીઓ પાસે કામનું ફોલોઅપ લેવું પડે છે

”સરકારી વહિવટી તંત્ર પાસે કામ લેવુ એ તો સાત કોઠા પાર પાડવા જેવુ છે, અમે મંત્રી છીએ તોય અમારે કામ લેવા અધિકારીઓ પાસેથી સતત ફોલોઅપ લેવુ પડે છે” નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શનિવારે વડનગરના કહીપુરમાં શાળાના લોકાપર્ણ દરમિયાન કહ્યુ હતુ. અમેરિકા સ્થાયી થયેલા છોટુભાઈ પટેલ નામના NRI દાતાએ સરકારી મંજૂરીઓમાં બહુ સમય જતો હોવાની હૈયાવરાળ ઠાલવતા નાયબ મુખ્યમંત્રીએ આમ કહીને સમજાવ્યા હતા.

વડનગર તાલુકામાં શનિવારે કડીપુર સરકારી પ્રાથમિક શાળાના નવિન મકાનના લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં NRI છોટુભાઈ પટેલે ભારતની સરકારી સિસ્ટમ અંગે બળાપો ઠાલવ્યો હતો. છોટુભાઈએ ”અહીં દાન આપ્યા પછી સરકારી મંજૂરીઓમાં બહુ વારે લાગે છે, તેનું કંઈ કરો” તેવી રજૂઆત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના પ્રવચનમાં આ ફરિયાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, મારી પાસે તમારી રજૂઆત અંગે કોઈ માહિતી નથી. પણ બની શકે કે જિલ્લા પંચાયતે મંજૂરી ન આપી હોય, તંત્રમાં કામ કઢાવવા સાત કોઠા પાર કરવાના હોય છે. અમે તો મંત્રી છીએ, તોય અમારે કામ કરાવવા માટે વહિવટી તંત્રની પાછળ પડવુ પડે છે, અધિકારીઓ પાસે ઉઘરાણી કરવી પડે કે કે આ કામ કેટલે પહોંચ્યુ ? એમ દરેક તબક્કે ફોલોઅપ કરવુ પડે. કારણ કે, તંત્ર પણ કામના ભારણ હેઠળ હોય અને જો અમે ઉઘરાણી ન કરીએ, ફોલોઅપ ન કરી તો વહિવટી તંત્રમાં કામના ભારણમાં તે રહી જાય અને તે રૂટિનમાં જ્યારે આવે ત્યારે ખરૂ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.