ખૂદ પોતાના દેશના વિદ્યાર્થીઓએ જ ઈમરાનનો ઉધડો લીધો, કહ્યું કે તમને શરમ આવવી જોઈએ, ભારત પાસેથી શીખો

ચીનમાં કોરોના વાઈરસના કેન્દ્ર એવા વુહાનમાં દુનિયાભરના અનેક નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ફસાયા છે. ભારત સરકારે પોતાના નાગરિકોને સુરક્ષીત રીતે લાવવાની કામગીરી હાથ ધરી દીધી. ભારતે પોતાના એર ઈન્ડિયાના જમ્બો વિમાનને રવાના કરીને પોતાના નાગરિકોની સાથોસાથ માલદિવના નાગરિકોને પણ એરલિફ્ટ કરાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ પાકિસ્તાનના વિદ્યાર્થીઓ હજી પણ અહીં અહીં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. પરંતુ પોતાની જ સરકાર દ્વારા થઈ રહેલી અવગણના જોતા પાકિસ્તાની વિદ્યાર્થીઓને ખુબ આઘાત લાગી રહ્યો છે અને તેમના હ્રદયભગ્ન થઈ ગયા છે. તેમની સંવેદનાઓ કેટલી હણાઈ રહી છે તે એક વીડિયો જોઈને જાણી શકાય. આ વીડિયોમાં ભારતીય વિદ્યાર્થીઓને પોતાના વતન પાછા ફરતા જોઈને એક પાકિસ્તાની વિદ્યાર્થી પોતાની સરકારનો બરાબરનો ઉધડો લઈ રહ્યો છે અને કહી રહ્યો છે કે તેમણે ભારત સરકાર પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે તે પોતાના માણસોને બચાવી રહી છે.

ચીનમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ચીનમાં જ માત્ર 300થી વધારે લોકો મોતને ભેટી ચુક્યા છે. ચીનના વુહાનમાં સૌથી વધારે આ વાયરસની અસર જોવા મળી રહી છે. દુનિયાના તમામ દેશોએ અહેં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષીત રીતે પાછા બોલાવવા એરલિફ્ટની કામગીરી હાથ ધરી છે. પરંતુ પાકિસ્તાનની જાણીતી પત્રકાર નાયલા ઈનાયતે એક વીડિયો શેર કર્યો છે જેમાં એક પાકિસ્તાની વિદ્યાર્થી કહી રહ્યો છે કે, આ લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમને લાવવા માટે ભારતીય દૂતાવાસે બસ મોકલી છે. વુહાનની યુનિવર્સિટીથી બસને એરપોર્ટ લઈ જવાશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને વિમાન મારફતે તેમના ઘરે પાછા મોકલાશે. બાંગ્લાદેશવાળા પણ આજે રાતે જશે.

પાકિસ્તાની વિદ્યાર્થીએ કહ્યું હતું કે, એક અમે જ છીએ પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જે ફસાયેલા છે પરંતુ છતાં સરકાર કહે છે કે તમે જીવતા રહો, મરો, ઈન્ફેક્ટેડ થાઓ, અમે તમને વતન પાછા લાવીશું નહીં કે કોઈ સુવિધા પણ નહીં આપીએ. પાકિસ્તાનની સરકારને શરમ આવવી જોઈએ. તમારે ભારત પાસેથી શીખવાની જરૂર છે કે તેવી રીતે તે પોતાના નાગરિકોની મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.