અભિનેત્રી સોનમ કપૂરે શાહીન બાગ ફાયરિંગ મુદ્દે કર્યું બુધ્ધી નું પ્રદર્શન, લોકોએ કહ્યું- મગજ વગરની

સીએએ અને એનઆરસી અંગે રાજધાની દિલ્હીના શહેર શાહીન બાગમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. શુક્રવારે જામિયા વિસ્તારમાં એક સગીર યુવકે ગોળીબાર કર્યો હતો. જેમાં એક અન્ય વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તો શનિવારે ફરી એકવાર એક વ્યક્તિ પિસ્તોલ લઇને શાહીન બાગ વિસ્તારમાં પહોંચ્યો હતો અને ગોળીબાર કર્યો હતો.

ગોળી ચલાવનારા કપિલ ગુર્જરએ કહ્યું, ‘આપણા દેશમાં ફક્ત હિન્દુઓનું જ ચાલશે. જોકે બાદમાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. હિંસાના આ કેસમાં સામાન્ય લોકોમાં ભારે રોષ, ડર અને આશ્ચર્યનો માહોલ છે. આવી સ્થિતિમાં બોલિવૂડની હસ્તીઓએ આ બાબતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં પોતાનો મત રાખ્યો છે.

અભિનેત્રી સોનમ કપૂરે ટ્વીટ કરીને લોકોને નફરત ન ફેલાવવા અપીલ કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘ભારતમાં આવું થશે તેની કલ્પના મેં કદી નહોતી કરી. આવી ખતરનાક વિભાજનકારી રાજનીતિ બંધ કરો. તે નફરત ફેલાવે છે. જો તમે તમારી જાતને હિન્દુ માનતા હો, તો સમજો કે તમારો ધર્મ તમારા કર્મ વિશે હોય છે. અને જે થઈ રહ્યું છે તે એમાં નથી આવતું.

સોનમ કપૂરના આ ટ્વિટ પછી ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમ છતાં સોનમ કપૂરે પણ પીછેહઠ ના કરી અને બધાને જડબાતોડ જવાબ આપ્યા છે. કોઈ લોકોએ કહ્યું કે, મગજ ન હોય તો ઉપયોગ ન કરવો અને બીજા કોઈએ લખ્યું કે, તો દેશ છોડીને જતી રે. આવી રીતે લોકોએ સોનમની મજાક કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.