વિક્રમ સંવત 2076, મહા સુદ નવમી, સોમવાર મહાનંદા નવમી, રવિયોગ અહોરાત્ર, હરિ નવમી, ચંદ્ર-શનિનો ત્રિકોણ
મેષ નાણાકીય વહેવારો બાબતે ગાફેલ ન રહેશો. પ્રવાસમાં વિલંબ. ગૃહજીવન કે મિત્રથી મનદુઃખ.
વૃષભ મૂંઝવણોમાંથી બહાર આવવા માટે મિત્ર, હિતેચ્છુનો સહયોગ મળે. ખર્ચ ટાળવા.
મિથુન અંતઃકરણમાં ઉચાટ અનુભવાય. વધુ પડતા ભાવુક ન બનશો. ઘરના કે બહારના કામ વિલંબથી પતે.
કર્ક ઉતાવળે લીધેલા નિર્ણયો વ્યર્થ જણાશે. આર્િથક આયોજન જરૃરી સમજવું. તબિયત સાચવો.
સિંહ આપની લાગણીઓ પર સંયમ રાખી તમે પરિસ્થિતિનો હલ મેળવી શકશો. પ્રયત્નો ફળે. સ્નેહીથી સહકાર.
કન્યા મન હોય તો માળવે જવાય એ ઉક્તિ સાર્થક બને. પ્રવાસ-પર્યટન અંગે ઠીકઠીક. ખર્ચનો પ્રસંગ.
તુલા માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. સાનુકૂળ સંજોગનો ઉપયોગ કરી લેજો. વિવાદથી દૂર રહેવું.
વૃશ્ચિક મનગમતી કામગીરી અંગે યોગ્ય તક આવી મળે. ધીરજ જરૃરી. ગૃહજીવનના કામ થાય.
ધન ખરીદીઓ પાછળ કરજ ન થઈ જાય તે જોજો. પ્રતિકૂળતાના કારણે અટકવું પડે. સ્વજનથી ચકમક.
મકર પરિસ્થિતિને સમજીને ચાલવાથી તકલીફ આવતી અટકે. આર્િથક સમસ્યાનો ઉકેલ મળે.
કુંભ માનસિક સમસ્યાના સમાધાન અંગે વડીલનું માર્ગદર્શન ફળે. ખર્ચ-ખરીદી પર કાબૂ રાખજો. લાગણી દુભાતી જણાય.
મીન કદરની કામના રાખવાથી કેવળ દિલ દુઃખશે માટે ત્યાગભાવનાથી કર્મ જરૃર ફળદાયી બને.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.