કરપ્શન ઈન્ડેક્સમાં નીચે ગયું સ્થાન, ભારતમાં ભ્રષ્ટાચારનૉ પ્રમાણ વધ્યું,

ડેમોક્રેસી ઈન્ડેક્સમાં 10 સ્થાન નીચે ગયા બાદ હવે ભ્રષ્ટાચારના મામલામાં પણ ભારત બે સ્થાન નીચે જતું રહ્યું છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલની ભ્રષ્ટાચાર અનુભવ સૂચકાંક (CPI) 2019માં ભારતનું દુનિયાના 180 દેશોમાં 80મું સ્થાન છે. વર્ષ 2018માં ભારત 78માં નંબર પર હતું.

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક દરમિયાન આ સૂચકાંકનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. સૂચકાંકમાં ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ ટોચના સ્થાન પર રહ્યા છે, એટલે કે તે સૌથી વધુ ઈમાનદારીવાળા દેશ છે. જ્યારે પડોશી દેશ પાકિસ્તાનને સૂચકાંકમાં 120મું સ્થાન મળ્યું છે. સૂચકાંકમાં ઉપર રહેવાનો મતલબ ભ્રષ્ટાચાક ઓછો હોવો અને યાદીમાં જે દેશ જેટલો નીચે છે, ત્યાં ભ્રષ્ટાચાર એટલો જ વધારે છે.

2017ના ઈન્ડેક્સમાં ભારત 40 અંકની સાથે 81માં સ્થાન પર હતો. આ પહેલા 2016માં ભારત આ ઈન્ડેક્સમાં 79માં સ્થાન પર હતો. વિશેષજ્ઞો અને કારોબારી લોકોના જણાવ્યા અનુસાર, આ સૂચકાંક 180 દેશોના સાર્વજનિક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારના સ્તરને દર્શાવે છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.