શંકરસિંહ વાધેલાના ભાજપ પર આકરા પ્રહારો, કહ્યું ભાજપ સરકાર પ્રજાના પૈસે તાયફા કરે છે

સુરતમાં (surat) આજે રવિવારે પૂર્વ મુખ્યમંત્રી (શંકરસિંહ વાધેલા દ્વારા એક શકિત પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા શકિત દળમાં સામેલ થયેલા હજારો યુવાનો અને યુવતીઓ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શંકરસિંહ વાધેલાએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ પ્રજાના રૂપિયે તાયફા કરે છે. શા માટે 700 કરોડ જેટલી માતબર રકમ વાપરીને ડોનલ્ડ ટ્રમ્પને (Donald Trump) ગુજરાત લાવવાની જરૂર છે. આ રૂપિયાથી યુવાનોને રોજગારી આપી શકાય, સ્કૂલ , હોસ્પિટલ ખોલી શકાય તેમ જણાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.