28મી જાન્યુઆરીની સાંજે લગભગ 6 વાગ્યે એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીની પર એક ફોન આવે છે. સરકારની તરફથી આવેલા ફોનમાં તેમની સાથે તરત એક ઇમરજન્સી મીટિંગની વાત થાય છે. જેમાં ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને દિલ્હી લાવવાનો એક ટાસ્ટ આપ્યો. સીએમડીને પૂછવામાં આવે છે કે શું તમે આ ટાસ્કરને પૂરો કરી શકશો? બે કલાક બાદ સીએમડીએ પોતાના તમામ સ્ટાફ સાથે વાતકરીને માત્ર સરકારને એ બતાવી દીધું હતું કે તેઓ તેના માટે તૈયાર છે પરંતુ રાત્રે 8 વાગ્યા સુધીમાં વુહાન જતા સ્ટાફને તૈયાર કરવાની માહિતી આપીને પણ સરકારને એ કહ્યું હતું કે તેમના ઇરાદા પર ફ્રન્ટ પર ડટાયેલા કોઇ જવાનથી કમ નથી. તેઓ અને તેમની આખી એર ઇન્ડિયા ટીમ જિંદગી અને મોતની દહેશતવાળા આ ઓપરેશનને પૂરું કરવા માટે એકદમ તૈયાર છે. બસ તમારા સિગ્નલનો ઇંતજાર છે કે અમે આઇજીઆઈ એરપોર્ટથી વુહાન માટે ટેકઓફ કયારે કરવાનું છે.
647 ભારતીયોને સુરક્ષિત લવાયા
એર ઇન્ડિયાએ 31મી જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરીની વચ્ચે દિલ્હીથી બે ફ્લાઇટ વુહાન મોકલી. આ બંને 647 ભારતીયોને દિલ્હી લાવ્યું. ત્રણ દિવસના આ ઓપરેશનમાં 78 સ્ટાફની સ્પેશયલ ટીમને લગાવી હતી. તેમાં 68 એર ઇન્ડિયામાંથી અને 10 આરએમએલ, સફદરજંગ હોસ્પિટલના ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફ હતો. બંને દિવસ અલગઅ-અલગ બોઇંગ 747 જંબો પ્લેન મૂકયું હતું. જેથી કરીને વધુમાં વધુ ભારતીયોને ચીનથી ભારત લાવી શકાય. ટી-3થી બે ફ્લાઇટ વુહાન પહોંચ્યા અને ત્યાંથી ફસાયેલા ભારતીયોને ટી-3 પર લેન્ડ કરાયા. કહેવાય છે કે ચીનથી જેટલા પણ ભારતીયોને દિલ્હી લવાયા તેમાંથી એક પણ એવો ભારતીય નહોતો જેને એર ઇન્ડિયાના ક્રૂ કે ડૉકટર્સે ફ્લાઇટમાં બોર્ડ કરવાની ના પાડી હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.