દારૂબંધીની માત્ર વાતો/ ભાજપના નેતાએ દારૂ ઢીંચીને શિસ્તબદ્ધ પાર્ટીના લીરેલીરા ઉડાવ્યા

સુરતમાં ભાજપના કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ભાજપના કોર્પોરેટર પિયુશ શિવશક્તિવાળા દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા છે. આમ તો ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે. પરંતુ દારૂના નશામાં ભાન ભુલેલા કોર્પોરેટરને એવો તો મદીરાનો નશો ચડ્યો કે, તેઓ જનતાના પ્રતિનિધિ હોવાનું પણ ભુલી ગયા. વીડિયોમાં ભાજપના કોર્પોરેટર સાથે અન્ય લોકો પણ ડાન્સ કરી રહ્યા છે. ત્યારે આ સુરતના સગ્રામપુરાના આ કોર્પોરેટરનો વીડિયો નારગોલનો હોવાનું માનવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, ભાજપ દ્વારા સુરતના કોર્પોરેટર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તો બીજી તરફ સુરત શહેરના મેયર જગદીશ પટેલે કોર્પોરેટર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.