ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દેશના મુસ્લિમ સમુદાય અંગે નિવેદન આપતાં કહ્યું છે કે દેશના વિભાજન વખતે જે મુસ્લિમો ભારતમાં રહી ગયા તેમણે ભારત પર કોઈ ઉપકાર નથી કર્યો.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ માટે ચૂંટણીપ્રચાર કરવા આવેલા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે બીબીસીના સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ સાથે સંબંધિત વાત કરી હતી.
સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહેલા લઘુમતી સમુદાયના લોકો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં યોગીએ કહ્યું, ‘તેમણે કોઈ ઉપકાર નથી કર્યો. તેમણે ભારત પર કોઈ ઉપકાર નહોતો કર્યો. ‘
યોગીને સવાલ પૂછાયો હતો કે સીએએ અને એનઆરસીનો વિરોધ જે મુસ્લિમો કરી રહ્યા છે, તેઓ એ જ મુસ્લિમો છે, જેમના પરિવારોએ વિભાજન વખતે એક એવા રાષ્ટ્રમાં ન જવાનો નિર્ણય લીધો હતો, જેનો પાયો ધર્મના નામે મૂકાયો હતો.
આ સવાલના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું, “તેમણે કોઈ ઉપકાર નથી કર્યો. તેમણે ભારત પર કોઈ ઉપકાર નહોતો કર્યો. દેશના વિભાજનનો વિરોધ થવો જોઈતો હતો.જે વાત ભારતના હિતમાં છે, આપે એનું સ્વાગત કરવું જોઈએ. પણ જે ભારતના વિરોધમાં છે, એમનો વિરોધ કરવો જોઈએ. આ જ અમારી રાષ્ટ્રભક્તિ કહે છે અને આ જ ભારતના દરેક નાગરિકની ફરજ પણ બને છે. ”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.