20 ટકા પગાર વધારાની માંગણીઓ સહિત લાંબા સમયથી પોતાની પડતર માંગણી સાથે લઈને ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોય યુનિયનને તા.31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીએ હડતાળ જાહેર કરી હતી. બેંક કર્મચારીઓ દ્વારા પાડવામાં આવેલી બે દિવસીય હડતાળ અને રવિવારની ત્રીજા દિવસની રજા બાદ હવે આજે સોમવારે બેંકો કાર્યરત થશે. 3 દિવસ બેંકોની સાથે ક્લિયરીંગ હાઉસ પણ બંધ રહ્યા હતાં. જેના પગલે મોટી સંખ્યામાં ચેકોની કિલયરિંગ પણ અટવાયું હતું. હડતાળના દિસવથી એટલે કે ગુરૂવારથી પેન્ડિંગ ચેક આજે ક્લિયર થશે. સમાધાનની 39 જેટલી મીટીંગોમાં છેલ્લી મીટીંગમાં યુનિયનને 15 ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો હતો. જેની સામે બેંક યુનિયનની માંગ 20 ટકા પગાર વધારાની હોવાથી, સમાધાનની મીટીંગ પડી ભાંગી હતી. રવિવારની રજા સાથે 3 દિવસ બેંકો બંધ રહેતાં ચેક ક્લિયરીંગની સાથો-સાથ શહેરના ચોકબજાર, ભાગળ સહિતના રાજમાર્ગ વિસ્તારોમાં એટીએમ ખાલી થવાની પણ ફરિયાદો ઉઠી હતી. બીજા તબક્કામાં હવે તા.11 થી 13 માર્ચના રોજ હડતાળ થશે, જ્યારે તા.1લી એપ્રિલથી અનિશ્ચિતકાળ માટેની હડતાળનું આહ્વાન કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.