ખતરનાક વાયરસ કોરોનાએ ગુજરાતમાં દીધી દસ્તક, સાબરકાંઠામાં બે શંકાસ્પદ કેસ

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. ચીનથી આવેલા વિધાર્થીની ચકાસણી દરમિયાન શંકાસ્પદ હોવાનુ જણાયુ. જેથી બન્ને વિદ્યાર્થીને સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ અન્ય એક વિધાર્થીનો રીપોર્ટ પણ નેગેટીવ આવતા તેને સિવિલમાં એડમિટ કરાયો છે. મહત્વપૂર્ણ છે કે, સોમવારે સાબરકાંઠાના 5 વિધાર્થી ચીનથી પરત ફર્યા હતા.

વુહાનથી પરત ફર્યા બાદ હરિયાણાના માનેસર કેમ્પમાં સારવાર હેઠળ રહેલા 5 દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. વુહાનથી એરલિફ્ટ કરાયા બાદ ભારતીય નાગરિકોને હરિયાણાના માનેસર તેમજ દિલ્હીના છાવલામાં ખાસ ઉભા કરાયેલા કેમ્પમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ દરમ્યાન 5 જેટલા દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળતા તેમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ તમામ 5 દર્દીમાં શરદી અને ઉધરણના લક્ષણ જોવા મળ્યા છે. જે બાદ તેમને દિલ્હીની આર્મી હોસ્ટિપલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. સાથે જ તેમના સેમ્પલ એઇમ્સ મોકલવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.