24 જાન્યુઆરીએ કિંજલ પટેલે ટ્વીટ કરી હતી કે, હાર્દિક પટેલ સિંહ છે, તે કોઇ ધરપકડથી નથી ડરતો, કે નથી ડરતો જેલના સળીયાથી અને આજે તે કેદ છે કારણ કે આખું તંત્ર તેની દહાડથી ડરી ગયું છે. તેણે 22 તારીખે પણ એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, આ ડર હોવો જોઇએ. કંઇ બીજું નહીં પણ ડરપોકતાની મિશાલતો બની રહેવી જોઇએ આ સરકાર. આવનારી પેઢી ભણશે કે એક યુવા એવો હતો જેની ગર્જનાથી સિંહાસન પણ ડગમગતું હતું. જય હિંદ.
હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે પોતાના ફેસબૂક અકાઉન્ટ પર લખ્યું હતું કે, જેટલા નિર્દોષ ભાવથી લોકો માટે કામ કરીએ,એટલી વધુ ગાળો અને અપમાન મળે છે. જો ગાંધીજી જેવા ગાંધીજીને પણ લોકો ગાળો આપતા હોય તો સ્વાભાવિક રીતે હાર્દિક કોઈ મોટી વાત નથી. પરંતુ અત્યારે સમય એવો આવી ગયો છે કે ચૂપ રહેવું પણ સૌથી મોટો ગુનો છે. મેં ઘણીવાર હાર્દિકને કહ્યું કે આ જનતા છે, તમે ગમે એટલું સારું કરશો સમય આવતા જનતા બધું ભૂલી જાય છે. પરંતુ હાર્દિક લડવા માટે, બોલવા માટે અને લોકોનું કંઇક સારું થાય તેવા ભાવથી હંમેશાં કામ કરે છે.
કિંજલે વધુમાં લખ્યું હતું કે, સાડા ચાર વર્ષની લડાઈમાં હાર્દિક ને શું મળ્યું? અમે તો ધારાસભ્ય પણ નથી બન્યા, અમે કરોડપતિ પણ નથી બન્યા. ફક્ત બન્યા છીએ તો તમારા અપમાનના શબ્દો બન્યા છે. જુના બધા કેસોમાં અત્યારે હાર્દિક તથા અમારો પરિવાર ખૂબ પરેશાનીનો સામનો કરી રહ્યો છે. અમે તમને એવું નથી કહેતા કે અમારી સાથે ઉભા રહો કેમ કે જે લોકો માને છે, જે લોકો સમજે છે એવા લાખો લોકો અમારી સાથે છે. એક વાત કહીશ આજે અમે પરેશાનીનો સામનો કરીએ છે, કાલે તમે કરશો અમે મજબૂત છીએ એટલે સહન કરી રહ્યા છીએ તમે કરશો કે નહીં તે સૌથી મોટો ચિંતાનો વિષય છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે મરવાનું તો એક વખત છે જ પરંતુ વારંવાર મરી શકે એવો પરિવાર અમારો નથી. મજબૂતીથી લડીશું, રાષ્ટ્રને પ્રેમ કરીએ છે એ અને એટલા માટે અન્યાયની સામે બોલીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.