થાઈલેન્ડે કર્યો 48 કલાકમાં દર્દીને ઠીક કરવાનો દાવો,શોધી અમુક દવાઓ

કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 17387 લોકો બીમાર થઈ ગયા છે. જેમાંથી 17205 સંક્રમિત લોકો ચીનના છે. અન્ય દેશો કોરોના વાયરસની સારવાર અંગે દવા શોધે, તે પહેલા થાઈલેન્ડના ડૉક્ટરોએ અમુક દવાઓ ભેગી કરીને નવી દવા બનાવી છે. થાઈલેન્ડની સરકારનો દાવો છે કે આ દવા કારગર પણ છે. આ દવા એક દર્દીને આપ્યા બાદ તે 48 કલાકમાં જ સારી થઈ ગઈ.

થાઈલેન્ડના ડોક્ટર ક્રિએનસાક અતિપોર્નવાનિચે કહ્યું કે, અમે 71 વર્ષની મહિલા દર્દીને અમારી નવી દવા આપીને તેને 48 કલાકમાં સારી કરી દીધી. દવા આપ્યાના 12 કલાક બાદ દર્દી બેડ પરથી ઊભી થઈ ગઈ. જ્યારે દવા આપ્યા પહેલા તો એ હલી પણ શકતા નહોતા. 48 કલાકમાં તે 90 ટકા સાજી થઈ ગઈ છે. થોડા દિવસોમાં અમે તેને સાજી કરીને ઘરે મોકલી દેશું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.