LRDની ભરતીમાં 1-08-2018ના પરિપત્રને રદ્દ કરવાની માંગણીને લઇને અનામત સમાજની મહિલા ઉમેદવારો છેલ્લા 58 દિવસની સરકારની સામે આંદોલન કરી રહી છે. ઘણા ધારાસભ્યો અને સમાજના આગેવાનું પણ આ મહિલાઓને સમર્થન મળ્યું છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આ મહિલા ઉમેદવારોની બીજી વખત મુલાકાત કરી હતી અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા સમયે આડકતરી રીતે સરકાર શ્રીમંતની લોકોનું કામ કરતી હોવાનું એક સુચક નિવેદન આપ્યું હતું.
અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, LRD દીકરીઓ 57 દિવસથી ખુલ્લા આકાશ નીચે કડકડથી ઠંડીમાં બેઠી છે. હું બે વખત મુલાકાત લઇ ચૂક્યો છે. સાથે મુખ્યમંત્રી સામે આ વાત અમે પહોંચાડી ચૂક્યા છે. આ ઠરાવ અન્યાયકારી ઠરાવ છે, ગેરસમજણો ઘણી છે. એક જે સીધી પ્રક્રિયા સમજીએ તો સામાન્ય લોકો જેવું ઊંચું મેરીટ હોય તેનું પહેલું સિલેકશન થાય અને પછી OBC, SC/STના લોકો છે જે વર્ષોથી વિકાસથી વંચિત છે, જેનું શૈક્ષણિક સ્તર સધ્ધર થયું નથી. તેઓ પોતાના શૈક્ષણિક સ્તરને લઇને જજુમી રહ્યા છે. તેમના અધિકારીઓનું તેઓને હજુ થોડું-થોડું જ્ઞાન થયું થયું છે, ત્યારે અન્યાયકારી ઠરાવનો ભાવ ઉભો થયો છે એટલે આ ઠરાવ રદ્દ થવો જોઈએ.
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, આ દીકરીઓ સાથે ચર્ચા કરવી જોઈએ. મારી મુખ્ય બાબત એ છે કે, અ જગ્યા પર શ્રીમંત પરિવારની દીકરીઓ બેઠી હોય અથવા કોઈ વિકસિત પરિવારની દીકરીઓ 48 કલાક બેઠી હોય તો પણ કાગારોળ મચી ગઈ હોય પરંતુ 57 દિવસથી બેઠી હોય તે ગરીબ પરિવારની દીકરીઓ છે. તેમની સાથે સંવાદ થવો જોઈએ અને તેનું નિરાકરણ લાવવા માટે સરકારે આગળ આવવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.