જે લોકોનો વેરો ભરવાનો બાકી છે તેને લઈને રાજકોટ મહાનગર પાલિકાએ એક મેગા ઑપેરશન શરૂ કર્યું છે. આ માટે કોર્પોરેશનની 36 ટીમને જુદા જુદા 18 વોર્ડમાં મિલકત વેરાના બાકી પૈસા વસુલવા માટે મેદાને ઊતારી દીધી છે. આ યાદીમાં જાણીતા શૉપિંગ મોલ ‘બિગ બજાર’ અને ‘પેન્ટાલૂન’ શૉ રૂમનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશને બિગ બજારને રૂ.97,67,177નો ભરવાનો બાકી વેરો વસુલવા માટે પગલાં લીધા છે. તંત્રએ ‘બિગબજાર’ સીલ કરી દીધું છે. જેના કારણે અનેક લોકોને અસર થશે એવું માનવામાં આવી રહ્યું છે. ‘બિગ બજાર’ ઉપરાંત ‘પેન્ટાલુન’, વિજયકાંત ફાઉન્ડરી, રાધેક્રિષ્ના જ્વેલર્સ સહિતની જાણીતી મિલકતોને કોર્પોરેશને સીલ મારી દીધી છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બિગ બજારને સીલ મારી દેવાના આ ઑપરેશનની સર્વત્ર ચર્ચા થવા લાગી છે. સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, 100થી પણ વધારે મિલકત સીલ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જ્યારે રૂ.260 કરોડની રકમ વેરા વસુલાતના ટાર્ગેટમાં રાખવામાં આવી છે. આશરે બે મહિના સુધીના સમયગાળામાં આ વસુલાત કરવાનો લક્ષ્યાંક છે. કોર્પોરેશને ડી-માર્ટ અને ક્રિસ્ટલ મોલને સીલ મારી દીધું છે. જુદા જુદા કર્મચારીની ટીમે બપોર સુધીમાં 42 જેટલી મિલકતને સીલ મારી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. કોર્પોરેશનની એક ટીમ ઔદ્યોગિક વિસ્તારમાં પણ ત્રાટકી હતી.
જે લોકોનો વેરો બાકી છે એની કોર્પોરેશન તરફથી એક યાદી તૈયાર કરવામાં આવી હતી. બપોર સુધીમાં અડધા દિવસમાં કોર્પોરેશનને કુલ રૂ.1.8 કરોડની વસુલાત કરી છે. શહેરના વોર્ડ નં- 3માં જંકશન પ્લોટ વિસ્તારમાં કુલ 5 કોમર્શીયલ યુનિટના બાકી વેરાના માંગણા સામે મિલકત સીલ કરવામાં આવી છે. વોર્ડ નં- ૪માં આવેલા ‘બ્લોસમ સ્કુલ’ ના યુનિટને સીલ મારતા ચેક રૂ. 153,000 વેરા પેટે બાકી લેણા નીકળે છે. વોર્ડ નં. 5માં આવેલા ‘હેપ્પી બેન્કવેટ હોલ’ના યુનિટને સીલ મારતા કોર્પોરેશનને ચેક રૂ.384,000ની આવક થઈ છે. વોર્ડ નં- 6માં એ.કે. પેટ્ટન આર્ટ યુનિટ ને બાકી માંગણા સામે સીલ તથા પરશુરામ નામના ઔદ્યોગિક વિસ્તારમાં રૂ.3 લાખથી વધારે રકમની રિવકવરી લેણા પેટે નીકળે છે. આ ઑપરેશનમાં શહેરના જાણીતા કોમ્પ્લેક્સ અને શૉપિંગ સેન્ટરની શૉપ સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. આ યાદીમાં ‘વૃંદા આર્કેડ’, ‘રાજકૃતિ બિલ્ડિગ શૉપ’, ‘અંબિકા કોમ્પ્લેક્સ’, ‘નવદુર્ગા હોલ’, ‘ભીમાણી સ્કૂલ’, ‘ખોડિયાર ડાયનિંગ’, ‘શ્યામ કોમ્પ્લેક્સ’માં વેરા માટેની કામગીરી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.