રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજના દિવસ વિશે

પંચાગ

તા 20-09-2019

વાર: શુક્ર

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ ભાદરવા

પક્ષઃ વદ

તિથિ: છઠ્ઠ

પારસી તા.: 05

મુસ્લિમ તા.: 20

નક્ષત્રઃ કૃતિકા

યોગ: વજ્ર

કરણ: ગર

દિશાશૂલ: પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 10.30થી 12.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ છે, તેથી જન્મેલા બાળકોના નામ બ.વ.ઉ. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય…

મેષ(અ.લ.ઈ):  જીવનસાથીનું પ્રોત્સાહક વલણ લાભદાયી બને. ઘરમાં શુભ માંગલિક પ્રસંગો ઉજવાય. તબિયત બાબતની ચિંતા હળવી થાય. પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો.

વૃષભ(બ.વ.ઉ): જૂની ઉઘરાણી  મેળવવા માટે અનુકૂળતા વધશે. મિત્રો સાથેના સંબંધોમાં મધુરતા આવે. સમૃદ્ધિમય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો. આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ રહે.

મિથુન(ક.છ.ઘ): ભાઇ-બહેનો સાથેના સંબંધોમાં તિરાડ પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પીછેહઠ સહન કરવી પડે. નોકરીયાત વર્ગને કામકાજનો બોજા આવી જાય. ઝઘડાનું નિવારણ લાવવામાં વિધ્ન આવે.

કર્ક(ડ.હ.): મનમાં એક વિશેષ પ્રકારનો આત્મવિશ્વાસ જળવાઇ રહેશે. પત્નીનો કાર્યક્ષેત્રે પૂર્ણ સહકાર મળી રહેશે. સ્વભાવે મહત્ત્વાકાંક્ષી બનશો. કૌટુંબિક કલેશનું સમાધાન થઇ શકશે.

સિંહ(મ.ટ.): યાત્રા-પ્રવાસ માટે અનુકૂળતા સર્જાય. સહકાર્યકર્તાઓનો સહકાર મળતા કાર્યક્ષેત્રનો શ્રેષ્ઠ વિકાસ સાધી શકશો. મહત્ત્વની કામગીરી પૂર્ણ કરી શકશો. સંતાનની પ્રગતિથી હર્ષ થાય.

કન્યા(પ.ઠ.ણ.): કાર્યક્ષેત્રનું વિસ્તૃતિકરણ કરી શકશો. ટૂંકી યાત્રા મુસાફરી લાભદાયી નિવડે. ભાગ્યોદયની  તક ઝડપી શકશો. પુરુષાર્થના પ્રમાણમાં ઝાઝું ફળ મેળવી શકશો.

તુલા(ર.ત.): વડીલો સાથે કાર્યક્ષેત્રની બાબતના લઇને વૈચારિક મતભેદ રહ્યા કરશે. સંગીત, પ્રત્યે અભિરુચિ હોવા છતા અવરોધ આવે. આરોગ્ય નરમ-ગરમ રહે. ચિંતાજનક પરિબળો ઉપસ્થિત થાય.

વૃશ્ચિક(ન.ય.): હરિફો,પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો. કાર્યક્ષેત્રની પ્રગતિ બાબતે ક્રમશઃ અનુકૂળતા જળવાઇ રહેશે. વિકાસલક્ષી આયોજનોમાં સફળતા મળે.

ધન(ભ.ધ.ફ.ઢ.) આધ્યાત્મિક ,ધાર્મિક પ્રવૃત્તિઓમાં રૂચિ વધશે. પરિવારમાં એક વિશેષ પ્રકારનો આનંદ-ઉત્સાહ વધશે. સંતાન સંબંધી પરિવારમાં શુભ પ્રસંગના કારણે મન પ્રસન્ન રહેશે.

મકર(જ.ખ.): પ્રગતિમાં મિત્રોનો સહકાર મળી રહેશે. કાર્યક્ષેત્રે ક્વોલિટીની બાબતમાં કંઇક મહત્ત્વના પરિવર્તન થાય. નવા સાહસમાં  સિદ્ધિ મળે. વધુ કર્મશીલ અને પુરુષાર્થવાદી બનશો.

કુંભ(ગ.શ.સ.): કાર્યક્ષેત્રની બાબતના લઇને કુટુંબીજનો સાથે વૈચારિક મતેભદ રહી શકે. પારિવારિક સભ્ય સાથે સુલેહ સંપનું વાતાવરણ જાળવવું મુશ્કેલ બનશે. સ્થાયી પ્રોપર્ટીમાં અવરોધ આવે.

મીન(દ.ચ.ઝ.થ.): આર્થિક પ્રગતિ બાબતે અનુકુળતા વધશે. કાર્યક્ષેત્રે ધૈર્યતાપૂર્વક કામ કરવું. મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ બાબતે અનુકૂળતા વધશે. દક્ષિણ દિશામાંથી લાભકારક સમાચાર મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.