દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ લાંબા સમયથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે. આ પ્રદર્શનોનો એક કથિત વીડિયો કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં પ્રદર્શનકારી મહિલાઓ કહી રહી છે કે, અમને ડરાવશો નહીં, અમારી શરૂઆત શર કમલ કરવાથી થાય છે. જેને લઈને ગિરિરાજ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે.
કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા ગિરિરાજ સિંહે શાહીન બાગમાં થઈ રહેલા CAAના વિરોધ પ્રદર્શનને લઈ કહ્યું હતું કે, શાહીન બાગમાં હવે આંદોલન નથી રહ્યું પણ આત્મઘાતી બોમ્બરનો જથ્થો તૈયાર કરવામાં આવી રહ્યો છે. દેશની રાજધાનીમાં દેશ વિરોધી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
દિલ્હીનો શાહીન બાગ આજકાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અહીં સીએએના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. અહીં મોટા પ્રમાણમાં મહિલાઓ દ્વારા પ્રદર્શન હાથ ધરવામાં આવ્યા હતાં. હવે આ પ્રદર્શન દરમિયાન મહિલાઓના વીડિયો વાયરલ થયા છે. કહી દેજો કે અમે મુસલમાનોએ અમારા બાળકોને હાલરડા નથી સંભળાવ્યા, અમે અમારા બાળકોને ટિવંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નથી ભણાવ્યું. અમે અમારા બાળકોને બાળપણથી જ કરબલાની ઘટના સંભળાવી છે. … કરબલા નાદાદમાં માત્ર પુરૂષો જ નહીં પણ મહિલાઓએ પણ કુરબાની આપી હતી. અમને ડરાવશો નહીં, અમારી શરૂઆત જ માથુ ધડથી અલગ કરવાથી થાય છે.
આ ઉપરાંત આ વીડિયોમાં મહિલાઓ ઝેર ઓકતા કહી રહી છે કે, ઈમામ-એ-હુસેને કહ્યું હતું કે, એ ના સમજતા કે યજીદ માત્ર વર્તમાનમાં જ છે, યઝીદ કયામત સુધી આવશે અને મુસલમાનો સાંભળી લો કે તમારે તમારા બાળકોને હુસૈન બનાવીને સામે લવવા પડશે… હિમ્મત જોડવી હોય તો કરબલાને યાદ કરીને બેસી રહેજો.
મહિલાઓ એમ પણ કહી રહી છે કે, તમે જો બધાને નાગરિકતા આપી રહ્યા છો તો હિંદુસ્તાનના મુસલમાનોને પણ નાગરિકતા આપો. અમે કોઈના અહેસાનમંદ નથી, અમારે સાબિત કરવાની જરૂર નથી. કરોડોની જે આવક ભારતમાં થાય છે તે અમારા પૂર્વજો દ્વારા બનાવવામાં આવેલી ઈમારતના કારણે થાય છે. તાજમહેલ જોઈ લો, જે અમારા પૂર્વજોએ જ બનાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.