દિલ્હીમાં BJP ખુબ જ દયનિય સ્થીતીમાં,BJP ઉમેદવારે AAPની ઓફીસ પહોચી વોટ માટે કરગયાઁ,જાણો વિગતે

દિલ્હીમાં ચૂંટણી પડઘમો હવે શાંત થઈ ગયા છે. બધી પાર્ટીઓ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું અને તેને લઇને બધા ઉમેદવારોએ ડોર-ટુ-ડોર કેમ્પેનમાં પણ ભાગ લીધો હતો. આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. તેથી આજે ચૂંટણી પડઘમો શાંત થઇ ગયા. દિલ્હીના હરિનગર વિધાનસભા વિસ્તારમાં BJPના ઉમેદવાર તેજેન્દ્રપાલ સિંહ બગ્ગાએ ચૂંટણી પ્રચારની અનોખી રીત અપનાવી હતી. તેઓ વોટ માંગવા આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના કાર્યાલયે બેઠેલા લોકોનું અભિવાદન કરતા તેમને સમર્થન કરવાની અપીલ કરી હતી.

ચૂંટણી પ્રચારો દરમિયાન દિલ્હીના તિલકનગર વિસ્તારમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં BJPના ઉમેદવાર તેજેન્દ્રપાલ સિંહ બગ્ગા આમ આદમી પાર્ટીના કાર્યાલયે વોટ માંગવા પહોંચ્યા હતા. BJP નેતાએ ટ્વીટર હેંડલના માધ્યમથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેજેન્દ્રપાલ સિંહ બગ્ગા આમ આદમી પાર્ટીના કાર્યાલયે ઉપસ્થિત લોકોને હાથ જોડીને અભિવાદન કરતા નજરે પડે છે અને તે સાથે જ સમર્થન કરવાની અપીલ કરતા નજરે પડે છે.

તમને જણાવી દઇએ કે, અચાનક BJP ઉમેદવાર આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચવાથી ત્યાં હાજર કાર્યકર્તાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હરિનગર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી તરફથી રાજકુમારી, BJP તરફથી તેજેન્દ્રપાલ સિંહ બગ્ગા અને કોંગ્રેસ તરફથી સુરેન્દ્ર સેઠી ઉમેદવાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.